Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
સ્તોત્રસ ગ્રહ ]
તે સમયે બાણ અને મયૂર નામના બ્રાહ્મણ શિવ સંપ્રદાયના સમર્થ પંડિત હતા. તેઓ બંને વ્યવહારિક સંબંધથી પણ જોડાયા હતા. મયૂર સાસરે થતું હતું અને બાણ તેને જમાઈ થતો હતો. એકદા બાણે પિતાની પત્નીને ઉપાલંભ આ એટલે તે રીસાઈને પિતાને પિયર ચાલી ગઈ. બાણ તેને મનાવવા પોતાના સાસરે ગયે. રાત્રે એકાંતસ્થાનમાં તેને મનાવવા ઘણું પ્રયાસો કર્યા છતાં તે પંડિત પુત્રી માની નહીં એટલે તેને રંજિત કરવા “” શબ્દ વાપરીને બાણે એક લોક કહ્યો છતાં પણ તે માની નહી. પતિ-પત્ની વચ્ચે આ વાર્તાલાપ મયુર ગુપ્તપણે સાંભળી રહ્યો હતો. પિતાની પુત્રીની અતિ નિષ્ફહતા અને જડતા જોઈ તેને તિરસ્કાર ઉપ અને સહસા તેનાથી બેલાઈ જવાયું કે-“હે પંડિત! “જ” ને બદલે “ત્તરી” શબ્દ વાપરે.” પિતાને અવાજ સાંભળતા બાણપત્ની લજવાઈ ગઈ પિતાએ પિતાને પતિ સાથે વાતોલાપ સાંભળે છે એ જાણવાથી તેણીને ઘણું ખોટું લાગ્યું અને સાથોસાથ પિતા તરીકેની મર્યાદાના ભંગ માટે તેને મયૂર પંડિત પ્રત્યે ઘણા વટી એટલે તરત જ “તમે રસલબ્ધ કાઢી થશે.” એવો શાપ આપી તે પતિગૃહે ચાલી ગઈ.
કોઢ યુક્ત મયૂરને હવે રાજસભામાં જવામાં વિમાસણ થઈ પડી. તેણે આ શાપ નિવારવા સૂર્યદેવની ઉપાસના કરી અને પૂર્વવત દેડકાંતિ પ્રાપ્ત કરી. રાજા આ હકીકત સાંભળી આશ્ચર્ય પામ્યો અને તેને રાજસભામાં બોલાવી તેનું બહુમાન કર્યું. “જુના મજણ” એ ઉક્તિ મુજબ બાણ પંડિતથી આ બહુમાન સહન ન થયું એટલે તેણે પણ રાજાને કહ્યું કે-“એમાં મયૂર પંડિતે કઈ શ્રેષતા દર્શાવી છે? દેવસહાયથી સર્વ કંઈ સાધ્ય બની શકે છે. હું મારા બંને હાથ કાપીને ચંડિકાદેવીના મંદિ૨માં જાઉં છું અને પુનઃ હસ્ત પ્રાપ્ત કરીને જ આપની સભામાં
આાવીશ.” અને સો કોઈના આશ્ચર્ય વચ્ચે બાણે પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com