Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૪૮
* [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આવા સમર્થ અને પ્રભાવિક આચાર્ય રાતિ સ્તોત્રની પણ રચના કરી છે. તેને પ્રતિદિન શુદ્ધ ભાવપૂર્વક જાપ કરો. આ સ્તંત્રમાં દરેક ગ્રહદ્વારા શાંતિ ઈચ્છવામાં આવી છે.
मंत्राधिराज पार्श्वनाथ स्तोत्र પુરુષાદાણું પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચમત્કારથી આજે કેણ અજાણ છે? તેમનું આ રસ્તેત્ર ચમત્કારિક અને ચિંતામણિ રત્ન સદશ ફળદાતા છે. તેના શુદ્ધ પઠન-પાઠનથી નવ પ્રકારના નિધાનો અને અષ્ટ મહાસિદ્ધિઓ સાંપડે છે.
संतिकरस्तव શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય અને તપાગચ્છના એકાવનમા પટ્ટધર શ્રી સુનિસુંદરસૂરિએ આ સ્તવ રચેલ છે. તેઓ સહસાવધાની હતા અને તેમની વિદ્યાવિચક્ષણતા તેમજ શાસાભ્યાસકુશળતાથી રંજિત થઈ દક્ષિણ દેશના વિદ્વાનગણે તેમને • કાલી સરસ્વતીનું માનવંતું બિરુદ આપ્યું હતું. ખંભાતના સૂબા દફરખાને તેમની મુલાકાત લઈ ધર્મચર્ચા કરી તેમજ ધર્મોપદેશ સાંભળી અત્યંત પ્રસન્નતાપૂર્વક “ વાદીગફળપંઢ” જેવા અનુપમ બિસ્ટની નવાજેશ કરી હતી.
તેઓના સમયમાં મેવાડ દેશમાં દેવકુલપાટકમાં અચાનક મરકીનો ઉપદ્રવ શરૂ થયો. પ્રતિદિન પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામવા લાગ્યા. કરુણભરપૂર સૂરિજીને કણે આ વાત આવતાં તેમનું આદ્ર હૃદય હચમચી ઊઠયું. તેમણે સૂરિમંત્રનું ચોવીશ વખત આરાધન કર્યું હતું તેમજ છઠું-અડ્ડમાદિ સતત તપશ્ચર્યાને અંગે તેમને પદ્માવતી આદિ દેવીઓની સહાય પ્રાપ્ત થઈ હતી. તેમણે તરત જ આ આફતકારક વિગ્નના વિનાશાથે શ્રી શાંતિનાથ ભગવંતના મહિમાવાળું ધી સંતિકાતર રચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com