Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આસે શુદિ ૧૫ સુધી નવ નવ દિવસની છે. આ બંને ઓળીના દિવસમાં આ યંત્રનું વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે. આ નવ દિવસોમાં આયંબિલની તપશ્ચર્યા, જિનપૂજા, ઉભય ટંક પ્રતિકમણ તેમજ પ્રતિદિન અરિહંતાદિના ગુણે અથવા ભેદે પ્રમાણે ખમાસમણ, કાઉસગ્ગ, સાથિયા વિગેરે ક્રિયાઓ કરવાની હોય છે. નવ દિવસ પર્યત કરાતી આ ક્રિયાને “ઓળી ? એ શબ્દથી ઓળખવામાં આવે છે. નવ ઓળી એટલે કે એકયાસી આયંબિલ વિધિપૂર્વક કરીને સાડાચાર વર્ષે આ યંત્રનું આરાધન પૂર્ણ કરવાનું હોય છે.
આ શ્રી સિદ્ધચકના સમગ્ર આરાધનથી અતુલ શક્તિ અને મહાસિદ્ધિ તેમજ નવ નિધિ પ્રાપ્ત થવા સાથે આત્મકલ્યાણ સધાય છે. અનેક પ્રકારના વિષમ બાહા વ્યાધિઓ દૂર થાય છે અને ચિત્તની શાન્તિ થાય છે. સિદ્ધચકના પ્રક્ષાલન(બ્લવણ)નું જળ શરીર પર ચોપડવાથી અઢાર પ્રકારના કુષ્ટાદિક રોગ તેમજ રાશી પ્રકારના વાયુના વ્યાધિઓ શીઘ્ર વિનાશ પામે છે. શરીર ઉપર થતાં નાના મોટા ફેલાએ પણ નાશ પામે છે તેમજ તલવાર, ભાલા આદિના મોટા જખમે પણ રૂઝાઈ જાય છે. ભગંદર, કુષ્ટ અને ક્ષયાદિ જેવા ભયંકર ને અસાધ્ય રોગોની પણ તેના દ્વારા શાંતિ થાય છે. તે જ પ્રમાણે નેત્રના અનેક પ્રકારના રોગો અને સંનિપાત પણ શમી જાય છે. વિશેષ શું કહીએ? આ વિશ્વમાં એ કેઈપણ વ્યાધિ, વિઘ કે સંકટ નથી કે જે શ્રી સિદ્ધચક્રના સમ્યમ્ આરાધનથી નાશ ન પામે.
ચેર, પિશાચ, ભૂત, ડાકિણી, શાકિણું આદિના ઉપદ્ર કે ઉપસર્ગો યા તે પ્રેતાદિના વળગાડો પણ તરતજ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જેને ત્યાં સંતતિ ન થતી હોય તેને
ત્યાં શ્રી નવપદજી મહારાજના પ્રભાવિક અધિષ્ઠાયક દેવ શ્રી વિમલેશ્વરની કૃપાથી પારણું પણ બંધાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com