Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
-
-
-
-
-
શ્રી સિદ્ધચક્ર યંત્ર]
જ
શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના વૃત્તાંતથી આજે કયો જેને અપરિચિત છે? આ જ શ્રી સિદ્ધચક્રના પસાયથી શ્રીપાલ મહારાજાને કઢને રોગ નાશ પામ્યો એટલું જ નહિ પરંતુ પગલે પગલે અદ્ધિસિદ્ધિ સાંપડી અને છેવટે પોતાનું ગયેલું રાજ્ય પણ પાછું મેળવ્યું. તેમને તે શ્રી નવપદજીને પ્રભાવ હાજરાહજુર હતા. સ્મરણમાત્રથી અધિષ્ઠાયક દેવ હાજર થત અને વિઘસમૂહને વિનાશ કરતે. આપણે પણ જે મનેમાલિન્ય દૂર કરીને શ્રદ્ધા તેમજ એકાગ્રતાથી વિધિવિધાનપૂર્વક આરાધન કરીએ તો આપણે પણ ઉચ્ચ કોટિના સુખ પ્રાપ્ત કરી શકીએ, છતાં એટલું ધ્યાનમાં રાખવું કે કોઈપણ પ્રકારની ધર્મક્રિયા આશીભાવથો (પિતાને સુખ પ્રાપ્ત થાય, ઋદ્ધિ-સિદ્ધિ મળે એવી ભાવનાથી) ન કરવી; કારણ કે તેમ કરવાથી આપણે ચિંતામણિ રત્ન કેડીના મૂલ્ય વેચી દઈએ છીએ. મંત્ર અગર તંત્ર પોતાને પ્રભાવ અવસ્ય દર્શાવે છે જ, ભક્તજનને સહાય કરે જ છે પરંતુ આપણે તેવી ભાવનાથી ધમકરણ કરવી ઉચિત નથી. આગમશા વાંચતા આપણે જાણી શકીએ છીએ કે ઉગ્ર તપસ્વી વિષ્ણુકુમાર, ચક્રવર્તી સનકમાર વિગેરે વિગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી પરંતુ તેને ઉપગ તેઓએ પોતાની અંગત સુખસાહાબી માટે કદાપિ કર્યો જ નથી. આપણે પણ તેવા મહાપુરુષના જ અનુયાયી છીએ અને તેથી તેવા પ્રતાપી પુરુષના પગલે-પગલે ચાલવાને યત્ન કરે એ આપણું આવશ્યક કર્તવ્ય છે.
શ્રી સિદ્ધચકના આરાધન અંગે તેનું સમગ્ર વિધિવિધાન કે પ્રતિદિનની કાર્યશૈલી વર્ણવતા ઘણે જ વિસ્તાર થાય તેથી તે અમારા જ તરકુપી પ્રકાશિત થયેલ “શ્રીપાલ મહારાજાને સચિવ રાસ” નામના પુસ્તકમાંથી જાણી લેવું. શ્રી સિદ્ધચાના અધિષ્ઠાયક દેવ શ્રી વિમળેશ્વર યક્ષ સદેવ જાગ્રત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com