Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૧૧૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વળી અહીં હસ્તિનાપુરમાં પિતાની કીતિ આકાશ પર્યના પહોંચી હતી તેમાં આ આચાર્ય પૂર્વની વાત પ્રગટ કરશે
૨૮. જે શક્તિવડે ચક્રવર્તીનું સભ્ય પણ ચૂર્ણ કરી શકે તે પુલાક લબ્ધિ
આ પ્રમાણે અઠ્ઠાવીશ લબ્ધિરૂપ મહદ્ધિઓ ઉપરાંત બીજી પણ મહાન ઋદ્ધિઓ છે, તે આ પ્રમાણે
શ્રુતજ્ઞાનાવરણના અને વીર્યન્તરાય કર્મના ઉત્કૃષ્ટ ક્ષાપશમથી જેઓને અસાધારણ મહાબુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓ દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ન ભણ્યા હોય તે પણ જે જે ભાવાર્થો ચૌદપૂર્વધર જ્ઞાનીઓ નિરૂપણ કરે છે તે (વિચારમાં ન ઊતરી શકે એવા ) દુર્ગમ ભાવાર્થો જાણવામાં જે મુનિઓ અતિ નિપુણ હોય છે તે પ્રાજ્ઞશ્રમણ કહેવાય છે. આ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ છે.
વળી કેટલાક મુનિમહાત્માઓ દશ પૂર્વ ભણીને રોહિણી, પ્રાપ્તિ આદિ મોટી વિદ્યાઓ વિગેરેથી તેમજ અંગુષ્ટપ્રસેનિકા વિગેરે નાની વિદ્યાઓથી પ્રાપ્ત થયેલ ઘણી ઋદ્ધિઓને આધીન ન થયા છતાં કેવળ વિદ્યાગને ધારણ કરવાથી (વિદ્યાપાઠથી સિદ્ધ શક્તિ માત્રને ધારણ કરવાથી) તે મુનિઓ વિદ્યાધરભ્રમણ કહેવાય છે. એ વિદ્યાઓ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ જ છે. એ તથા જ્ઞાનાવરણના અને વર્યાન્તરાય કર્મના અસાધારણ ક્ષપશમવડે વસ્તુઓ ઉરીને અન્તર્મુહૂર્ત માત્રમાં સર્વ શ્રતસમુદ્રનું અવગાહન કરવાની એટલે વિચારવાની ચિંતવવાની જે શકિત તે મને લબ્ધિ કહેવાય.
તથા સર્વ શ્રુતજ્ઞાનની વસ્તુઓને અન્તર્મુહૂર્ત માત્રમાં ઉચ્ચારવાની (બોલવાની ) જે શક્તિ તે વચનલબ્ધિ. આ લબ્ધિથી અન્તર્મુહૂર્ત માત્રમાં ચૌદપૂર્વનું પરાવર્તન (આવૃત્તિ) થાય છે, અથવા પદ,વાક્ય અને અલંકાર યુક્ત વચનને મોટા સ્વરે ઉચ્ચારવા છતાં પણ પાણીની ધારા અખલિત ચાલે, વચમાં એક પણ અક્ષરાદિ તૂટે નહિ, તેમજ કંઠ પણ જેવો પ્રારંભમાં હોય તેવી જ શકિતવાળી પર્યત સુધી રહે એવી ઉચ્ચારશકિત અને કંઠશક્તિ તે વચનલબ્ધિ કહેવાય. તથા કાયા સંબંધી વિયૌન્તરાયના અસાધારણ ક્ષયોપશમથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat