Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ બીજું
મંત્રસાધન વિધિ ૧. કઈ પણ મંત્રવિધાનમાં દર્શાવવામાં આવેલ સાહિત્ય સામગ્રી પ્રથમ તૈયાર કર્યા પછી જ મંત્રસાધના માટે ઉક્ત થવું
૨. મંત્રના જાપ સમયે કરવા ધારેલ જાપની પરિપૂર્ણતા કર્યા સિવાય વચમાં ઊભા થવાથી સાધના ખલિત થાય છે.
૩. સ્નાનાદિક ક્રિયાથી પવિત્ર થઈ દરેક બાત પ્રમાણે શરીરઆચ્છાદન માટે ઉત્તમ વચ્ચે રાખવા. આ જ પ્રમાણે પહેરવાનાં વચ્ચે પણ તદ્દન સ્વચ્છ અને શુદ્ધ હવા જોઈએ. વિશેષે કરી રેશમી વસ્ત્રોને ઉપયોગ કરવામાં આવે તે લાભકારક છે.
૪. જે અધિષ્ઠાયક દેવને જાપ જપવાને નિર્ણય કર્યો હોય તેના રંગેનું જે પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું હોય તે જ પ્રમાણેના આસન તેમજ પહેરવા-ઓઢવાનાં વસ્ત્રોને પણ ઉપયોગ કરે. આ પ્રમાણે કરવાથી જાપ શીઘ ફલદાયી બને છે.
૫. જાપ જપવાના સમયે પિતાનું આસન જિનપ્રતિમાની બેઠક માફક રાખવું, અથવા જાપના વિધાનમાં જે આસન બતાવ્યું હોય તે પ્રમાણે રાખવું.
૬. જાપ જપતી વખતે ડાબે હાથ જમણી બાજુની બગલમાં રાખવે, અને ટટાર સ્થિતિમાં એક ગીની માફક એકાગ્ર ચિત્તે બેસવું.
૭. નવકારવાળી જે પ્રમાણે જપવાની કહી હોય તે પ્રમાણે શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક ગણવી. અથવા દષ્ટિ સન્મુખ રહેલ પદાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com