Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
મંત્રની આવશ્યકતા ] *
તેમજ પરીક્ષાની ખાતર અનેક વખત એવા મહાઉપદ્રવ કરે છે કે જેને કારણે સાધક જે કાચાપોચે અને ભીરુ હૃદયને હોય તે તેની ઈષ્ટસિદ્ધિ થઈ શકતી નથી. તે જ પ્રમાણે કોઈક વખત મંત્રોચ્ચારના અશુદ્ધ ઉચ્ચારપૂર્વક જે જાપ કરવામાં આવે તે તેનું પરિણામ વિપરીત પણ આવે એટલે કે જે વસ્તુના રક્ષણાર્થે આપણે જાપ જપીએ તે જ વસ્તુ ભક્ષણાત્મક બની જાય.
આ સંબંધમાં એક દાખલો આપ આવશ્યક થશે. પિતાની સ્ત્રીની ભયંકર માંદગીમાંથી તેના બચાવ અર્થે અમુક દેવની સાધના “નુ મ ” ના શબ્દોચ્ચારથી કરવી જોઈએ તેને બદલે ગુરુગમના અભાવમાં અથવા ગેરસમજને કારણે સાધક ક્ષ7 ને બદલે “મક્ષ7 મમ મા ” એ જાપ જપવા માંડે તે પરિણામે જાપથી પ્રસન્ન થએલ અધિષ્ઠાયક તેની માગણી પ્રમાણે “ક્ષનુ” ના બદલે “નક્ષનુ” એટલે તેની નિદોષ સ્ત્રીને ઘાત પણ કરે. તે પ્રમાણે ઊલટું ન બને તેની ખાસ સાવચેતી રાખવા સુજ્ઞ વાચકને અમારી નમ્રતાભરી અરજ છે. અત્રે રજૂ કરવામાં આવેલ મંત્રના જાપ અતિ પ્રાચીન ને વિશ્વસનીય ગ્રંથોના પરિશ્રમપૂર્વકના સંશોધનથી મહાપ્રયાસે એકત્રિત કર્યો છે. અહીં દર્શાવવામાં આવેલ મંત્રના જાપ શુદ્ધ અંતઃકરણપૂર્વક પરમ ભક્તિભાવથી કરવામાં આવશે તે અધિષ્ઠાયક દેવના પ્રભાવે અવશ્ય ફળદાયક બનશે એવી અમારી સંપૂર્ણ શ્રદ્ધા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com