Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૨૧
નવ ગ્રહ મંત્રજાપ ] શુદ્ધિ સાથે સંપૂર્ણ શ્રદ્ધા એ વસ્તુ જ ખાસ મહત્વતાભરી છે. આ જણાવેલ ગ્રોના જાપમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ તેનું ફળ તાત્કાલિક મેળવી શકે છે.
પ્રભાતે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી, વિધાનમાં બતાવ્યા પ્રમાણે આસનની શુદ્ધિ રાખી, મંત્રજાપસમયે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નેવેધાદિ સામગ્રી સહિત ગ્રહ-દેવતાઓનું એકાગ્રતાપૂર્વક આરાધન કરવું. (૧) સૂર્યદેવ એટલે રવિને જાપ–
આ જા૫ સમયે લાલ ફૂલોને ઉપયોગ કરો. શ્રી પદ્મપ્રભુની પ્રતિમા અથવા તે તસ્વીર આરાધક દેવ તરીકે સન્મુખ રાખવી. તેમજ પૂજનમાં સૂર્યદેવની પ્રતિમા અથવા તસ્વીર સુવર્ણ અથવા તાંબાની બનાવેલી ઉપયોગમાં લેવી. નાનામાં નાની પ્રતિમા સામેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની હેવી જોઈએ. - જે પ્રમાણે આપણે પરમાત્માની પ્રતિમાનું પૂજન કરીએ છીએ તે પ્રમાણે જ આ પ્રતિમાના પૂજનમાં વિધિપૂર્વક સ્નાત્ર કરવાનું છે. પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપક અને નૈવેદ્યાદિ સામગ્રી ધરી તેની આરાધના કરવાની છે.
પૂજનવિધિ સમાપ્ત થયા બાદ ચિત્તને સ્થિર કરી, શાંતિથી શ્રી જિનેશ્વર દેવના ધ્યાનમાં હૃદયના તંતુ મેળવી, એટલે કે એકાગ્ર થઈ જાપ ગણવાનું શરૂ કરવું. જાપને શ્લોક નીચે મુજબ છે.
पद्मप्रभनिनेन्द्रस्य, नामोचारेण भास्कर !।
शांति तुहिं च पुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ ૧૦૮ મણકાની એક નવકારવાળી જણાવ્યા પ્રમાણે ગણવી. “ તે મા સિંહા "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com