Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ પાંચમું
ઘંટાકર્ણ મંત્રજાપ પરમ પ્રભાવિક તેજમૂર્તિ લબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીના પ્રાતઃ સ્મરણીય નામ-સ્મરણની માફક શ્રી ઘંટાકર્ણ દેવનું નામ પણ જૈન સમાજના આબાલવૃદ્ધ જનસમૂહ માં પરિચિત છે. ઘંટાકર્ણ દેવ પ્રતાપી, શક્તિશાળી અને દેવ જાગૃત મનાય છે. તેના શ્રદ્ધાપૂર્વકના આરાધનથી તે ભક્તજના વિઘસમૂહને વિનાશ કરી વાંછિતપૂર્તિ કરે છે.
તેમને મંત્રજાપ શાંત ચિત્તથી વિધિપૂર્વક કરવાને છે. જાપ સમયે ઘીને દીવ અખંડ રાખ તેમજ દશાંગ ધૂપથી તે સ્થાનને સુવાસિત બનાવવું. જાપ કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ભૂમિશચ્યા રાખવી એટલે કે ગાદી, તકીયા કે તળાઈને ત્યાગ કરી જમીન પર શેત્રજી, ધાબળી કે કંતાન ઉપર જ સૂવું. ઘંટાકર્ણને મંત્રજાપ જે સફળ થાય તે કલ્પવૃક્ષ સમાન મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. વ્યાપારસિદ્ધિ તેમજ નોકરીની શોધ માટે જનારને પણ અતીવ હિતકારક છે. ટૂંકામાં કહીએ તે આ દિવ્ય મંત્રજાપના પ્રભાવે દરેક પ્રકારની મનેકામનાઓ સિદ્ધ થાય છે. સમાજને ખાતર કેટલાક પ્રકારે અહીંયા દર્શાવ્યા છે.
આ મંત્રજાપ સાડાબાર હજાર વખત જપવાને છે અને તે ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનું છે. મંત્રજાપ સિદ્ધ કરનારે શુદ્ધ આચારી અને શુદ્ધ આહારી રહેવું. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com