Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
*
*
*
*
*
*
૧૧૪
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અમલ ચાલતું હોવાથી કેઈપણ તેને કશું કહેવાને શક્તિમાન ન હતા. સુત્રતાચાર્ય અને તેના પરિવારને માથે પણ મહાઆફતરૂપી તલવાર તળાઈ રહી, કારણ કે એક તે ચાતુર્માસને સમય હતો અને તેમાં પણ છ ખંડ પર પથરાયેલી રાજસીમાને સાત દિવસમાં ત્યાગ કઈ રીતે થઈ શકે? દીર્ઘ સમય પર્યન્ત વિચાર કરવા છતાં પણ કોઈ ઉપાય ન સૂઝયો. સર્વ કેઈ લાનિમાં ગરકાવ હતા તેવામાં એક શિષ્ય કહ્યું કે-“ વિષ્ણુકુમાર આપણા આ સંકટને પરિહાર કરશે. તેમણે છ હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ તપી અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ હાલમાં મેરુપર્વત પર છે. ત્યાંસુધી ઊડીને જવાની મારામાં શક્તિ છે, પરંતુ પાછા આવવાને હું સમર્થ નથી. તેઓ આવીને આપણને કેઈપણ માર્ગ બતાવશે. તેમની હાજરી સિવાય અત્યારે આપણું મુક્તિને કોઈ માગ નથી.” આ સાંભળી સુવ્રતાચાચે જણાવ્યું કે-“હે મુનિ ! તમે ત્યાં જાઓ. પાછા વળતા વિષ્ણુકુમાર તમને તેમની સાથે તેડી લાવશે.” આજ્ઞા મળતાં જ ગરુડની માફક આકાશમાર્ગે ગતિ કરતાં તે મુનિ વિષકુમાર સમીપે ગયા અને સર્વ હકીકત કહી સંભળાવી. ક્ષણમાત્રમાં વિષ્ણુકુમાર તે મુનિને સાથે લઈ હસ્તિનાપુર આવી પહોંચ્યા અને પોતાના ગુરુ સુત્રતાચાર્યને વંદના કરી. બાદ સાધુઓના પરિવાર સાથે રાજસભામાં નમુચી પાસે ગયા. વિષ્ણકુમારદિને આવતાં જોઈનમુચી સિવાયના સર્વ રાજ્યાધિકારીઓ ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યો. બાદ નમુચીને ઉદ્દેશીને વિષ્ણુકુમારે સૌમ્ય વાણીથી કહ્યું કે-“ચાતુર્માસ હોવાથી આ સાધુઓને તેટલે સમય
ન્યતીત થાય ત્યાં સુધી સ્થિરવાસ કરવા દ્યો, કારણ કે વર્ષાઋતુમાં પૃથ્વી જતુઓથી વ્યાપ્ત હોવાથી સાધુઓને વિહાર કરવા ઉચિત નથી. હે બુદ્ધિમાન ! આ ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરી ધમકાર્યમાં ઉદ્યમ કરે છે તેમાં તમને શી હાનિ છે?” પરંતુ નમુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com