Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૧૧૨
૧૧૨
----
--
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પરંતુ તેમને દૂર કરવાને ઉપાય સુગમ નહેાતે, કારણ કે ચક્રવર્તી પોતે જૈનધર્માનુયાયી હતા, સુવ્રતાચાર્ય જૈન ધર્મના સમર્થ આચાર્ય હતા, રાજવીના પિતા તેમજ વડીલ બંધુએ તેમની પાસે જ દીક્ષા લીધી હતી અને જનસમૂહ પણ જૈનધર્માનુયાયી હોવાથી કોઈપણ પ્રકારનું અવિચારી પગલું ભરવાનું એકાએક શકય ન હતું. એક તરફથી વરને બદલે લેવાની વૃત્તિ અંદરથી ઉછાળા મારી રહી હતી અને બીજી બાજુ સુવ્રતાચાર્યને હેરાન કરવાનું કે તિરસ્કાર કરવાનું કાર્ય સુગમ નહોતું. આ સ્થિતિમાંથી માર્ગ કાઢવા તેણે પિતાની બુદ્ધિને ચકાસી અને તેને પરિણામે પોતાના થાપણ તરીકે મૂકેલ “વરદાનને ઉપગ આ સમયે કરવાનું સૂઝયું. ઉચિત અવસર જોઈ નમુચીએ મહાપદ્ય ચક્રવર્તીને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન ! પૂર્વે આપે મને “વર” માગવા કહ્યું હતું પરંતુ “અવસરે માગીશ” એમ જણુંવીને મેં તે આપની પાસે અદ્યાપિ પર્યક્ત થાપણ તરીકે રહેવા દીધું છે. આપ મને અત્યારે તે વરદાન આપો.” મહા
ત્મા લોકે કદી વચનભંગ કરતા નથી એટલે મહાપ ચક્ર વર્તાએ વરદાન માગવા કહ્યું ત્યારે નમુચીએ જણાવ્યું કે- “હે રાજન ! મારે એક યજ્ઞ કરે છે. તે યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી મને આપનું રાજ્ય આપ.” ચકવર્તીએ તે કબૂલ રાખ્યું એટલે કપટી નમુચીએ યજ્ઞારંભ કર્યો. તેના કલ્યાણભિષેક સમયે સર્વ ધર્મના ગુરુએ આવ્યા પણ હિંસક યજ્ઞમાં ભાગ લે અનુચિત ધારી સુત્રતાચાર્ય ન આવ્યા. નમુચીને જોઈતું બહાનું મળી ગયું. તેણે સુવ્રતાચાર્ય પાસે જઈ આક્રોશ
આAવલબ્ધિ (ભવાદિ આશ્રવલબ્ધિ) સહિત ૧૪ લબ્ધિ અભવ્ય સ્ત્રીઓને હાય નહિ તેથી એ સિવાયની ૧૪ લબ્ધિઓ અભવ્ય સ્ત્રીઓને હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com