Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
જે પ્રતિકૂળ હેય તે મંત્ર પોતાને પ્રભાવ દર્શાવી શકતો નથી કારણ કે સૌ કરતાં કર્મસત્તા બળવાન છે. કદાપિ મંત્રાક્ષર નિષ્ફળ જતા જ નથી. વહેમોડે તેનું ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે
निर्बीनमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥
અથત વિશ્વમાં જેટલા અક્ષરે છે તે સર્વ શકિતવાળા છે, જેટલી વનસ્પતિઓ છે તે પણ સામર્થશાળી છે, પૃથ્વી પણ ધન વિનાની નથી કારણ કે તેના પેટાળમાં રખાણે છે પરંતુ આ દરેક વસ્તુની સાચી ને યથાયોગ્ય માહિતી મેળવી તે જ ખરેખર દુર્લભ છે.
સ્વરો ધ્રુજારીઓ છે અને અમુક પ્રકારના આકારો ઉત્પન્ન કરે છે. દરેક સ્વર અદશ્ય સૃષ્ટિમાં આકાર નિર્માવે છે અને ઘણું સ્વરને સંયોગ વિવિધ આકારો ઉપજાવે છે. રાગ-રાગિણીઓના સંબંધમાં પણ આપણે જાણીએ છીએ કે તે સર્વને વિવિધ આકાર હોય છે. મેવ રાગનો આકાર હાથી પર બેઠેલ ભવ્ય આકૃતિ જેવો હોય છે, વસત રાગને આકાર પુષ્પથી શણગારેલા યુવાન જેવો હોય છે, આ ઉપરથી આપણને માલૂમ પડે છે કે રાગ-રાગિણી બરાબર ગાવામાં આવે તો હવામાં અથવા ઇથરમાં પ્રજરી ઉત્પન્ન કરે છે અને તે ધ્રુજારીને લીધે રાગને લક્ષણવાળો આકાર ઉત્પન્ન થાય છે. આપણે લોકોક્તિ જાણીએ છીએ કે મોગલ સમ્રાટ અકબરની રાજસભામાં ગયો તાનસેન દીપક રાગ ગાતા ત્યારે આપોઆપ દીવાઓ થઈ જતા. આ પણ તાલબહસ્વરશક્તિનું જ પરિણામ સમજવું. સ્વરકૃતિના અદભુત સામર્થ્યને સિદ્ધ કરતાં અનેક પ્રયોગો યુરોપીય વિદ્વાનોએ કર્યો છે અને સાયન્સ પણ આ વાતને પુષ્ટિ આપી રહ્યું છે.
ભિન્ન ભિન્ન પ્રકારના દેવની આરાધના માટે જુદા જુદા મંત્ર કેય છે. વરુણની મદદ માટે જુદો મંત્ર બોલાય છે અને બહસ્પતિની સહાય માટે પણ જુદા મંત્ર બોલાય છે. જ્યારે મંત્રોચ્ચાર થાય છે ત્યારે શું બને છે તે તપાસીએ-જે દેવનું તમે આરાધના કરવા માગતા હે તે દેવ સંબંધી મંત્રનું વારંવાર ઉચારણ કરવાથી ઉચ્ચ ભૂમિકા ઉપર અર્થાત્ માનસિક ભૂમિકા ઉપર દેવને આકાર બંધાય છે અને તે દેવની પવિત્ર અને શુભ શક્તિઓ તમારી તરફ આકર્ષવાનું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com