Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રાચીન સાહિત્યસંશોધક કાર્યાલયને અંગે
બે બોલ
વિ. સંવત ૧૯૯માં પ્રાચીન સાહિત્ય સંશોધન અને પ્રકાશનના કાર્યને અંગે થાણા મુકામે આ કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્યાલય તરફથી નિયમિત પ્રાચીન સાહિત્ય સંશોધનનું કાર્ય ચાલુ જ છે. આ કાર્યાલય તરફથી બહાર પડેલ પ્રથમ એતિહાસિક પ્રકાશન સમ્રા સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા નામના ગ્રંશે સાહિત્ય ક્ષેત્રમાં સારામાં સારી નામના સાથે સુવાસ પ્રાપ્ત કરી છે.
બીજા પ્રકાશન તરીકે “શ્રી શ્રીપાલકુમાર ચરિત્ર ' જેનું લખાણ ઘણું જ રોચક અને આકર્ષક બન્યું છે. તે જ માદક “ શ્રી શ્રીપાલ મહારાજને રાસ' જેમાં શ્રી નવપદજીની સમગૂ ધારાધનાર્થે વિધિ સ્તુતિ અને રતવને તેમજ આવશ્યક ક્રિયાવિધિ પ્રગટ થયેલ છે. આ રાસમાં શ્રી થાણ દેહરાસરજીમાં કોતરાતા કલામય બાવન ચિત્રને સમાવેશ કરી રાસને આકર્ષક બનાવવામાં આવ્યો છે. આ બન્ને કૃતિપોની ટૂંક સમયમાં ઘણા સારા પ્રમાણમાં નકલો ખપી જવાથી તેની બીજી આવૃત્તિ છાપવી પડી છે. તે જ માપક સચિત્ર શિક્ષણમાળા આલબમ પ્રગટ થયું છે. શ્રીપાલ મહારાજના રાસના દરેક રક પ્રસંગના આકર્ષક રંગીન ચિત્રોથી આ આલ્બમ એટલું તે સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com