Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિછુકમારનું વિરાટ સ્વરૂ૫ ]
૧૧૩
પૂર્વક કહ્યું કે-“તમે અત્યારે મારા રાજ્યાશ્રયમાં છે. સર્વ ધર્મના ગુરુઓની માફક તમારે પણ મારા યજ્ઞમાં ભાગ લેવો જોઈએ છતાં અભિમાનના ઘમંડથી તમે આવ્યા નથી તે આ રાજ્યવિરુદ્ધનું તમારું કાર્ય હું કદાપિ સહન કરી શકીશ નહીં. તમારું પાખંડ ચાલશે નહિ. તમારી આવી ઉછંખલતા મારી પાસે નહીં નભી શકે. જે તમારે રાજ્યવિરુદ્ધ વર્તવું હોય તે અહીંથી આવતી કાલે જ ચાલ્યા જશે, અગર જે તમારામાંથી કેઈ પણ મારા આદેશનો અનાદર કરી અત્રે રહેશે તે તેઓ વધને પાત્ર થશે.” સુત્રતાચાર્યે સમય ઓળખી શાંતિપૂર્વક નમુચીને કહ્યું કે-“યજ્ઞમાં ભાગ લેવાને અમારે આચાર નથી. અમે જૈન મુનિએ સાવદ્ય વેગથી રહિત છીએ. અમારે રાજ્યવિરુદ્ધ કરવાનું કશું પણ પ્રજન નથી. નિપરિગ્રહી અમારે ધર્મકાર્ય જ કર્તવ્ય છે.” પણ નમુચીને ખુલાસાની જરૂર જ ન હતી. તેને તો કોઈપણ પ્રકારે મુનિવરોને હેરાન જ કરવા હતા. સુત્રતાચાર્યનું કથન સાંભળી પુનઃ તેણે ક્રોધાવેશમાં કહ્યું કે-“આચાર્ય! વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. તમારો હેતુ હું બરાબર સમજું છું. તમે લોકોને ભેળવી તેની શ્રદ્ધાના દુરુપયેગ કરી રહ્યા છે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપું છું કે જે સાત દિવસની અંદર મારા રાજ્યની હદ છોડી ચાલ્યા નહિ જાઓ તે તમને સર્વને ચોરની માફક પકડી કારાગૃહમાં નાખીશ.” આ પ્રમાણે કહી રેષથી ધમધમતે નમુચી સ્વસ્થાને ચાલ્યો ગયે.
નમુચીના આવા પ્રકારના વર્તનથી અને આદેશથી સુવતાચાર્ય પણ વિચારમાં પડી ગયા. “શું કરવું ?' એ સંબંધે સર્વ મુનિરાજો વિચાર કરવા એકત્ર થયા. નગરમાં પણ હાહાકાર વ્યાપી ગયે, પરંતુ નમુચીને રાજવી તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com