Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂ૫] ,
૧૧૧ તે પિતાની સુવર્ણ સરખી કીતિ-પતાકામાં કલંક લાગશે માટે કઈ પણ હિસાબે આ મુનિવરેને આ સ્થળેથી દૂર કયે જ છૂટકે, એ તેણે નિર્ણય કર્યો.
-
--
કઈક દિવસો સુધી કાઉસ્સગ્ન ધ્યાને નિશ્ચલ ઊભા રહે અથવા બેઠા રહે તે પણ પરિશ્રમ ન લાગે એવી અપૂર્વ કાયશક્તિ તે કાયલબ્ધિ કહેવાય.
અહીં દષ્ટાંત એ સમજવું કે ભરત ચક્રવર્તીના ભાઈ શ્રી બાહુબલી મુનિ એક વર્ષ સુધી કાઉસગ્ગ ધ્યાને વનમાં નિશ્ચલ ઊભા રહ્યા હતા, શરીરે વેલડીએ વીંટાઈ ગઈ હતી અને એ વેલડીઓમાં પક્ષીઓએ માળા પણ બાંધ્યા હતા છતાં શ્રી બાહુબલિ મુનિને એ ધ્યાનમાં પરિશ્રમ-થાક ન લાગે એવી જે અપૂર્વ કાયશકિત તે કાયલબ્ધિ અથવા કાયયોગલબ્ધિ કહેવાય.
ભવ્ય સ્ત્રીઓને ૧૮ લબ્ધિઓ હોય. ઉપર કહેલી અઠ્ઠાવીશે લબ્ધઓ ભવ્ય પુરુષોને હેય છે, અને ભવ્ય સ્ત્રીઓને (૧) અરિહંતલબ્ધિ (૨) ચક્રવર્તીલબ્ધિ (૩) વાસુદેવલબ્ધિ (૪) બળદેવલબ્ધિ (૫) સંમિશ્રોતલબ્ધિ (૬) ચારણલબ્ધિ (૭) પૂર્વધરલબ્ધિ (૮) ગણધર લબ્ધિ (૯) જુલાકલબ્ધિ અને (૧૦) આહારક શરીરલબ્ધિ એ ૧૦ લબ્ધિઓ ન હોય, તેથી બાકીની ૧૮ લબ્ધિઓ હેાય છે. અનન્ત કાળે કઈ કઈ વખત: અછેરારૂપે સ્ત્રી જે કે તીર્થકર થાય છે પરંતુ તે આશ્ચર્યમાં ગણવાથી સ્ત્રીને તીર્થંકરલબ્ધિ ન હોય એમ કહ્યું છે. શેપ ૯ લબ્ધિઓ તે આશ્ચર્ય તરીકે પણ હેતી નથી.
અભવ્ય પુરુષને ૧૫ લબ્ધિ ને અભવ્ય સ્ત્રીઓને ૧૪ લબ્ધિ હેય છે.
અભય પુરુષાને ઉપર કહેલી ૧૦ લબ્ધિઓ કે જે ભવ્ય સ્ત્રીઓને નથી હોતી તે ઉપરાત કૈવલીલબ્ધિ, સજુમતિ મન:પર્યવિજ્ઞાનલબ્ધિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિ એ ત્રણ લબ્ધિઓ પણ હેય નહિ તેથી તેમને (અભવ્ય પુરને) ૧૩ લબ્ધિઓ
સિવાયની બાકીની ૧૫ લબ્ધિઓ કેય છે અને એ ૧૩ ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com