Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂ૫] *
૧૦૦ ન બન્યું તે ન જ બન્યું. એક ક્ષુલ્લક સાધુએ પોતાની પરાસ્ત કર્યો હતો તે વિચારણુએ તે હદયમાં દાહ અનુભવવા લાગ્યો. લબ્ધિ કહેવાય તથા (૫) જેના પ્રભાવે ભૂમિ ઉપર રહીને પણ હાથ એટલો બધે લંબાવે કે જેથી મેરુપર્વતના શિખરના અગ્રભાગને પ્રાપ્ત થાય એટલે સ્પર્શે તે પ્રાવિ વૈક્રિય લબ્ધિ કહેવાય. તથા (૬) જેના પ્રભાવે જેમ જળમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરી ચાલવાની શક્તિ તેમ જ પાણીમાં જેમ ડૂબીને ઉપર તરી આવે તેમ ભૂમિમાં પણ ડૂબીને ઉપર તરી આવે તે પ્રાકામ્ય લબ્ધિ કહેવાય. તથા (૭) તીર્થકરની અને ઈન્દ્રની ( ઉપલક્ષણથી ચક્રવર્યાદિકની ) અદ્ધિ વિકુર્વિવાની-રચવાની જે શક્તિ તે ઈશીત્વ લબ્ધિ કહેવાય, તથા (2) સર્વ જીવોને વશ કરવાની જે લબ્ધિ તે વશીત્વ લબ્ધિ કહેવાય, તથા (૯) જેમ ખુલ્લા માર્ગમાં અખલિત ગમન થાય છે તેમ વચ્ચે પર્વતાદિ નડતર આવવા છતાં પણ અખલિત ગમન કરવાની જે શક્તિ તે અપ્રતીઘાતિત્વ વક્રિયલબ્ધિ કહેવાય, તથા (૧૦) અદશ્ય જોઈ શકાય નહી તેવા) થઈ જવાની શક્તિ તે અન્તર્ધાન વિકિપલબ્ધિ કહેવાય અને (૧૧) એક સાથે અનેક પ્રકારનાં વિવિધ રૂ૫ બનાવવાની શક્તિ તે કામરૂપિવ વેકિય લબ્ધિ કહેવાય.
૨૭. જે લબ્ધિના પ્રભાવે અનેક વસ્તુ આપવા છતાં પણ ખૂટે નહિ તે અફીણ લબ્ધિ બે પ્રકારની છે: (૧) અક્ષણ મહાનસ લબ્ધિ અને (૨) અક્ષણ મહાલય લબ્ધિ, તેમાં (૧) જે લબ્ધિના પ્રભાવે પાત્રમાં અ૫ આહાર વિગેરે હેય તો પણ તે આહાર વિગેરે પણ જણને આપવા છતાં ખૂટે નહિ તે અક્ષીણ મહાનસી લબ્ધિ કહેવાય. જેમ શ્રી ગૌતમસ્વામીએ અલ્પ ક્ષીરથી પણ પોતે અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને પાછા વળતા નીચે રહેલા ૧૫૦૦ તાપસને એક પાત્રવડે પારણું કરાવ્યું હતું. અને (૨) પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવ, તિર્યો અને મનુષ્ય પિતપોતાના પરિવાર સહિત સમાઈ શકે અને પરસ્પર એક બીજાને બાધા (સંકડાશ) ન ઉપજે તે અલીણ મહાલય લબ્ધિ કહેવાય. જેમ તીર્થંકર પ્રભુના સમવસરણમાં પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવાદિકને સમાવેશ થાય છે તે તીર્થંકર પરમાત્માના પ્રભાવથી
જ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com