Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
રાજકુમારી સુદર્શના ] લેશે તેને પણ તે નિર્ણય કરી શકી નહિ. ઊડવાની લેશ માત્ર પણ શક્તિ ન રહી, છતાં પોતાના બચ્ચાં પ્રત્યે પ્રેમ તેને આકષી રહ્યો હતે. મહામહેનતે અને મુશ્કેલીએ જરા જરા ઊડતી અને ચાલતી સમળી છેવટે જ્યાં પોતાના બચ્ચાંઓ આ કંદ અને વિલાપ કરી રહ્યા હતા ત્યાં વડવૃક્ષ નીચે આવી પહોંચી. વડવૃક્ષ પર ચઢીને પિતાનાં બચ્ચાંઓને ગોદમાં લેવા જેટલી તાકાત પણ હવે તેનામાં રહી નહોતી. બચ્ચાંઓ પ્રતિના પ્રેમના આકર્ષણથી તે વડવૃક્ષ પરના પિતાના માળા તરફ વારંવાર જોતી અને બચ્ચાંઓ પણ પિતાની માતાની અસહ્ય સ્થિતિ ની ડાળી આક્રંદ કરતાં. તેઓ બંનેની નિરાધાર ને શકિતહીન સ્થિતિ એક બીજાના મેળાપમાં અશક્ત નીવડી. સમળી વડવૃક્ષના મૂળ પાસે જમીન પર જ એક અહેરાત્રિ પર્યન્ત પડી રહી, પરંતુ જેમ રાત્રિ પછી દિવસ, અંધકાર પછી પ્રકાશ અને અતિશય દુઃખ પછી સુખને ઉદય થાય છે તેમ સમળીના સંબંધમાં પણ બન્યું.
ભાગ્યયોગે ત્યાં બે મુનિવરે આવી ચઢ્યા. પ્રશાંત મુખમુદ્રા અને ભવ્ય લલાટથી તેઓ પ્રતાપી જણાતા હતા. તેઓ બંનેની નજરે પીડિત સમળી ચઢી. સર્વ જીવ પ્રત્યે કરુણાભાવવાળા તેઓ તેને શાતા ઉપજાવવા માટે તેની નજીક આવી પહોંચ્યા, અને કહ્યું કે-“હે ભદ્ર! ભય પામીશ નહિ. તારી આવી સ્થિતિને શક ન કરીશ. આ ભયંકર ભદધિમાં આવી વિચિત્ર ઘટમાળ ચાલ્યા જ કરે છે. નરકગતિનાં સાંભછતાં પણ કમકમાટી ઉપજાવે તેવા તેમજ અન્ય દુઃખ પાસે તારું દુઃખ કશી ગણત્રીમાં નથી, માટે અનેક જન્મોમાં દુઃખ આપનાર ક્રોધ, માન,માયા અને ભરૂપ ચાર કષાયને તારે ત્યાગ કર. તું મને વિષે એકાગ્ર મનવાળી થા અને આવી પડેલ દુઃખને તું શાંતિપૂર્વક સહન કર. જે અમે તને હિતકર વાણી સંભળાવીએ છીએ તેનું તું એકાગ્રતાપૂર્વક શ્રવણ કર.”
આ પ્રમાણે કહી મહામુનિઓએ તેના કર્ણ સમીપે અવમુખ લઈ જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કાયા , અને
તે કરી
છે. નરકગતિ
દુખ
www.umaragyanbhandar.com