Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ] = વસ્તુ આપવી. ૩. અન્ય વ્યપદેશ–ન આપવાની બુદ્ધિથી પિતાની વસ્તુ બીજાની છે એમ કહીને ન આપવી તેમજ દેવાની ઈચ્છાથી બીજાની વહુ પિતાની છે એમ કહીને આપવી. ૪ સમસૂર દાન-મત્સર કરીને આક્રોશપૂર્વક મહાત્માને દાન આપવું. ૫. કાલાતિકમ–વહેરાવવાનો સમય વ્યતીત થઈ ગયા પછી દાન દેવાનો આગ્રહ કરે.
હે સુદશના ! જિનેશ્વર ભગવતેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણગત અને ચાર શિક્ષાવ્રત એ પ્રમાણે બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહેલ છે. નગરમાં પ્રવેશ કરવા માટે જેમ દરવાજાની અગત્ય છે તેમ મોક્ષપુરીમાં પ્રવેશ કરવાને માટે સમ્યકત્વમૂળ આ બાર વતે દ્વાર સદશ છે. આ તે ગ્રહણ કરી તેનું પાલન કરવું તે હળુકમી—ભવભીરુ ભવ્ય પ્રાણીઓ માટે અતિ અગત્યનું છે. પ્રાસાદ પર આરોહણ કરવા માટે જેમ રજજુનું આલંબન ગ્રહણ કરવું પડે તેમ સિદ્ધસ્થાનરૂપ મહેલ પર ચઢવા માટે આ શ્રાવક ધર્મનાં વતે દેરડા સમાન છે.
સુદર્શનાએ શ્રાવકનાં આ વ્રતે મનમાં અવધારી લીધા અને તેનું યથાશક્તિ પાલન કરવા પ્રયત્ન શરૂ કર્યો તેવામાં તેને અચાનક જણાયું કે પિતાનું આયુષ્ય હવે અતિ અલપ છે. ભાગ્યવાન આત્માને ભવિષ્યના સૂચક બનાવોની ઝાંખી થઈ જાય છે. તરત જ તેણે મુક્તહસ્તે દાન આપવું શરૂ કર્યું. પિતાના વડીલજન પ્રત્યે થયેલ અવિનય વિગેરેની માફી માગી અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણ અંગીકાર કરવાપૂર્વક ફાગન શુદિ ૧૫ ને દિવસે અણુશણ સ્વીકાર્યું. પ્રતિદિન શારાવણ કરતી, પંચપરમેથીનું સ્મરણ કરતી તેમજ ધર્મધ્યાનની ધારાએ ચઢી તેણીએ સમાધિપૂર્વક વૈશાખ શુકલા પંચમીને દિવસે સ્વર્ગવાસ કર્યો. આ રીતે સુદના સમાધિપૂર્વક મરણ પામીને ઈશાન દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com