Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પૌષધના મુખ્ય ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે–
૧. આહારપસહ-એકાસણું, આયંબિલ, ઉપવાસ વિગેરે તપ કરે તે. ૨. શરીરસત્કારપેહ-શરીરને સત્કાર ન કરે તે. ૩. અવ્યાપારપોસહ-કોઈ પણ પ્રકારનો સાંસારિક વ્યાપાર ન કરે તે. ૪. બ્રહ્મચર્ય પસહ-બ્રહ્મચર્ય પાળવું તે. આમાં પાછળના ત્રણ પ્રકારના પસહ સર્વથી કરવાના છે અને આહાર પિસહ દેશથી ને સર્વથી બંને પ્રકારે થઈ શકે છે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. અપડિલેહિય સજજસથારએ–શય્યા સંથારાની બરાબર પડિલેહણ ન કરવી. ૨. અપમજિજય દુપમજિજય સજજા સંથારએ–શય્યા સંથારો બરાબર ન પુંજ, ન પ્રમાજે. ૩. અપડિલેહિય દુષ્પડિલેહિય ઉચ્ચારપાસવણભમિ-સ્થડિલ માત્રાની જગ્યા બરાબર પડિલેહવી નહીં. ૪. અપમજિજય દુપમજિજય ઉરચારપાસવણભૂમિ-સ્થડિલ માત્રાની જગ્યા બરાબર ન પ્રમાજવી. ૫. પૌષધવિધિવિવરીએ– પૌષધ ટાઈમસર ન લે તથા જલદી પારે તે. (૧૨) અતિથિસંવિભાગ ગ્રત [એથે શિક્ષાત્રત ]
મુખ્ય રીતિએ આઠ પહોરના ચોવિહાર ઉપવાસવાળા પિસહને પારણે એકાસણું કરી, જિનપૂજા કરી, મુનિરાજને પ્રતિલાશી જેટલી ચીજ મુનિરાજ વહારે તેટલી જ વાપરવી. આ અતિથિસંવિભાગ કહેવાય.
અથવા તેમ ન બને તે પિષધ વિના મુનિરાજને દાન આપ્યા પછી જમવું. આવી રીતે પણ બની શકે છે. મુનિરાજને ન થાય તે સાધમભાઈને જમાડીને પણ થઈ શકે છે. આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧. સચિત્તનિક્ષેપ-સચિત્ત વસ્તુ અચિત્ત વસ્તુમાં નાંખી વહેરાવવી. ૨. સચિત્તપિહિણુ–સચિત્ત વસ્તુવડે ઢાંકેલ અચિત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com