Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂ૫] *
૧૦૫
મહાપદ્ય ચક્રના રાજઅમલમાં હવે નમુચી અગ્રપદે હતે. મહાપદ્મના તેના પર ચારે હાથ હતા. રાજકારભાર તેને
લબ્ધિવાળા મુનિવરે વાયુએણિની સાથે ચાલતાં વાયુકાયની વિરાધના ન થાય તે રીતે ચાલે એમ સમજવું.
૧૧આથી એટલે દાઢ-દાંત, તેમાં વિષ એટલે ઝેર જેવી શકિત તે આશાવિક લબ્ધિ કહેવાય. એટલે જે લબ્ધિવડે મુનિનાં દાંત-દાઢમાં ઝેર જેવી શક્તિ ઉત્પન્ન થાય, કે જેથી બીજાને શિક્ષા કરવા માટે દાંત દેતાં (ભારતાં-કરતાં) તે જીવ મરણ પામી જાય. આ લબ્ધિ સર્પ તથા વીંછી વિગેરેના જેવું કાર્ય કરે છે, કારણ કે સર્પ અને વીંછી વિગેરે ઝેરી પ્રાણીઓ કરડવાથી જેમ બીજે જીવ મરણ પામે છે તેમ આ મુનિની દાઢો પણ બીજાને તેવી જ રીતે ઝેર પરિણાવે છે અને તે જીવ મૃત્યુને વશ થાય છે.
૧૨. જે જ્ઞાનલબ્ધિવડે લોક અને અલોકના સર્વે પદાર્થોના સર્વે ભાવ (સર્વ પયી) એટલે ત્રણે કાળમાં વર્તેલા, વર્તતા અને વર્તશે તે સર્વ દ્રવ્યગુણપર્યાયને એક જ સમયમાં જાણવાની જે શક્તિ તે કેવળજ્ઞાન લબ્ધિ કહેવાય. આ લબ્ધિના ફલરૂપ જ્ઞાન પણ ઇન્દ્રિયો અને મનની મદદ વિનાનું આત્મસાક્ષાત ( પ્રત્યક્ષ ) હોય છે.
૧૩. જેના વડે ગણધરપણું પ્રાપ્ત થાય તે ગણધર લબ્ધિ.
૧૪. જે લબ્ધિવડે ચૌદપૂર્વરૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વધર લબ્ધિ .
૧૫. જે લબિવંડ તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે તીર્થકર લબ્ધિ.
આ લબ્ધિના પ્રભાવે જીવને ત્રણ ભુવનમાં પૂજનિકપણું પ્રાપ્ત થાય છે, ઇન્દ્રાદિ દેવો ભક્તિથી સમવસરણાદિ ઋદ્ધિ વિક છે અને તેમાં બેસીને પ્રભુ શ્રી તીર્થંકર દેવ ગ્લાનિ પામ્યા વિના સર્વ જીવોને ઉપકાર કરવાની બુદ્ધિએ ધર્મોપદેશ આપે છે. ચૈત્રીશ અતિશયો અને વાણુના પાંત્રીશ ગુણ પ્રાપ્ત થાય છે. સમવસરણ ન હોય તો પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય( અશોકવૃક્ષ આદિ)ની અહિ તે સર્વદા સાથે જ હોય છે. જઘન્યથી પણ કોડ દેવો ભક્તિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com