Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૧૦૬
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સોંપી ચક્રવર્તી મહાપદ્મ ભેગ-વિલાસમાં જ મસ્ત રહેતે. સૂર્યના પ્રતાપી તેજને ઘૂવડ કદાપિ સહન કરી શકે? સુત્રતારહે છે--આવી મહાપ્રભાવવાળી લબ્ધિ તે તીર્થકર લબ્ધિ કહેવાય. આ પદવીથી પરમક પદવી સંસારમાં બીજી કોઈ નથી. એ પદવી ચૌદ રાજમાં વર્તતા સર્વ દુઃખી જીવોને સુખી કરવાની પરમ શુભ ભાવના તથા સમ્યગ્દર્શનાદિ ગુણેથી પ્રાપ્ત થાય છે અને એ પદવીની પ્રાપ્તિમાં કારણભૂત તીર્થંકરનામકર્મ તે પાછલા ત્રીજા ભવમાં ઉત્તમ મનુષ્યપણુમાં નિકાચિત સ્વરૂપે બાંધે છે.
૧૬. જે લબ્ધિથી ચક્રવર્તીપણું મળે તે ચક્રવર્તી લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત ભવ્ય જીવોને ચક્ર આદિ ૧૪ રત્નની પ્રાપ્તિ, ૯ નિધિની પ્રાપ્તિ અને છ ખંડનું રાજ્ય પ્રાપ્ત થાય છે. (ચક્રવર્તીની અહિ વિક્ર્વી શકે એવી વૈક્રિયશક્તિ પણ ચક્રવરી લબ્ધિ તુલ્ય લબ્ધિ કહેવાય એમ કેટલાક માને છે.)
૧૭. જે લબ્ધિથી બળદેવપણું પ્રાપ્ત થાય તે બળદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત છવ વાસુદેવના મોટા ભાઈ તરીકે ઉત્પન્ન થાય છે અને વાસુદેવનું રાજ્ય તેમજ બળદેવનું રાજ્ય (ભળું) ત્રણ ખંડ જેટલું ગણાય છે, બળદેવનું જુદું રાજ્ય હેતું નથી. બળદેવનું બેલ વાસુદેવથી અડધું હોય છે. જેમ રામ એ બળદેવ છે ને લક્ષ્મણ વાસુદેવ છે અથવા કૃષ્ણ વાસુદેવ છે અને બલભદ્ર બળદેવ છે.
૧૮. જેથી વાસુદેવપણું પ્રાપ્ત થાય તે વાસુદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત ભવ્યજીવોને ચક્ર વગેરે સાત રને હોય છે, અને રાજ્ય ત્રણ ખંડનું હોય છે. [ વાસુદેવ બળદેવના જેથી ઋદ્ધિ વિદુર્વવાની જે શક્તિ તે વાસુદેવલબ્ધિ અને બળદેવલબ્ધિ કહેવાય, એમ પણ માનવામાં આવે છે. 1.
૧૯. આશ્રવ લબ્ધિ તે ક્ષીરાશ્રય, મધ્વાશ્રવ ને ધૃતાશ્રવ એમ ત્રણ પ્રકારની છે. ઉપલક્ષણથી છવાશવાદિ લબ્ધિ પણ જાણવી. જે મુનિનાં વચન દૂધના જેવા મીઠાં લાગે તે ક્ષીરામ લબ્ધિ કહેવાય. મધુ એટલે સાકર વિગેરે મધુર દ્રવ્યના જેવા મીઠાં લાગે તે
મક્વાશ્રવ લબ્ધિ કહેવાય. તેમજ ઘી સરખા મધુર હોય તે ઘતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com