Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
---
--
ચકેર દષ્ટિથી આ દેખાવ ગુપ્ત ન રહ્યો. નાગવતીએ પિતાની પુત્રીને ઉદ્દેશીને કહ્યું-“વત્સ ચંચળતા ન રાખ. ધીરજનાં ફળ મીઠાં છે. નિમિત્તિયાનું વચન યાદ કર. તેણે સૂચવ્યું છે કે તું પખંડ ભરતક્ષેત્રના સ્વામી ચક્રવર્તીની પત્ની થઈશ.” માટે ચપળ મનને કાબૂમાં રાખ. આ કુમાર પ્રત્યેને તારો રાગ ત્યજી દે.” તાપસને કણે આ વૃત્તાંત અથડાતા તેઓએ મહાપદ્મકુમારને ગર્ભિત રીતે અન્યત્ર ચાલ્યા જવાનો નિર્દેશ કર્યો. મહાપદ્મકુમાર મનમાં વિચારવા લાગ્યો કે-“એક સાથે બે ચક્રવર્તી થતા નથી. માતાએ મારા જન્મસમયના ચૌદ મહાસ્વપ્ન-દર્શનની વાત કરી હતી તેથી ચક્રવત્તી થવાની મારી સંભાવના છે અને મનાવળીના મારા પ્રત્યેના નૈસર્ગિક આકર્ષણથી તે મને અવશ્ય પ્રતીતિ થાય છે કે હું જ ચકવર્તી થઈશ અને આ મદનાવળી મને પ્રાપ્ત થશે.” મહાપદ્રકુમાર આશ્રમમાંથી ચાલી નીકળ્યો, પરંતુ તેને માટે અન્ય રાજ્યસુખ રાહ જોઈ રહ્યું હતું. પુન્યશાળીને પગલે પગલે ત્રાદિ સાંપડે છે એ સત્ય જ છે.
ફરતાં ફરતાં તે સિંધુસદન નગરની નજીક આવી પહોંચ્યા. તેવામાં માટે કોલાહલ તેના કર્ણપટ પર અથડાયા. કોલાહલને અનુલક્ષીને આગળ ચાલતાં કેટલીક સ્ત્રીઓને નાશભાગ કરતી અને એક મદેન્મત્ત ગજરાજને ગાંડાની માફક જેમતેમ ઘૂમતા નજરે નીહાળ્યો. ગજરાજ નગરસ્ત્રીઓને નાશ કરવા ધ આવતા હતા. આ મહાભય નીહાળી અરજીઓ થરથર કંપવા લાગી અને હમણાં જ યમરાજના અતિથિ થવું પડશે એવો અનુભવ કરવા લાગી. આ દશ્ય જોઈ મહાપદ્મકુમારનું ક્ષાત્રતેજ પ્રગટી નીકળ્યું. શૂરવીર શૌય આવા પ્રસંગે શાન ન જ રહી શકે. તેણે ત્વરિત ગતિએ મીઓ અને ગજરાજની વચ્ચે આવી હસ્તીને આહવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com