Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ ચોથું વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ક્ષેત્રસ્પર્શના કરતાં કરતાં સુવતાચાર્ય હસ્તિનાપુર આવી ચઢ્યા. રાજવી પદ્યોત્તરે સપરિવાર આડંબરપૂર્વક જઈ તેમને વંદન કર્યું. તેમની અમૃતવાહિની વૈરાગ્ય-વાણી સાંભળી, ક્ષીર અને નીર જેમ એકરૂપ બની જાય તેમ સુત્રતાચાર્યની દેશના રાજવી પદ્યત્તરના ભાવભીરુ હૃદયમાં સચોટ ઊતરી ગઈ. આયુષ્યની ક્ષણભંગુરતા તથા સંસારની વિચિત્રતાને વિચાર કરી તેમણે ત્યાં ને ત્યાં જ પરમેશ્વરી દીક્ષાના પથિક બનવાને નિર્ણય કરી લીધું. આચાયમહારાજની આજ્ઞા લઈ, નગરમાં આવી, પોતાના પ્રધાને તથા સામંતવર્ગને એકત્ર કરી પોતાને વિચાર દશ અને
જ્યમાં પુત્ર તરીકે વિષ્ણુકુમારને રાજગાદી ઍપવા માંડી. વિષ્ણકુમાર પણ જન્મથી જ વિરક્તભાવવાળા હતા. તેમને ભેગ કરતાં યોગ વિશેષ પ્રિય હતું અને તેને માટે ઉચિત અવસરની રાહ જોઈ રહ્યા હતા તેવામાં આ સુવર્ણ સમય સાંપડેલ જોઈ તેમણે પિતાને વિનમ્રભાવે જણાવ્યું કે-“મારે રાજભેગેની ઈરછા નથી. રાગીને આપેલ અપથ્ય જેમ ઊલટું વિશેષ હાનિકારક બને છે તેમ સંસારમાં ભમતા પ્રાણીને આ રાજ્યાદિ વિલાસે વિપરીત રૂપે પરિણમીને આ અનંત ભવસાગરમાં ભટકાવે છે, માટે હું પણ આપની સાથે જ સંયમ સ્વીકારીશ.” વિષ્ણુકુમારને મનેભાવ જાણી લીધા પછી પક્વોત્તર રાજાએ ચક્રવત્તી બનેલ મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com