Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
- -
-
-
ઇ
કો
- *
*
-
--
-
-
નામ
:
-
-
- -
-
અ [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
કારણસર અથવા અશકય પરિહારથી કોઈ શસ્ત્રાદિક વિગેરેનો વ્યાપાર કર પડે તે તેની જયણા રાખવી. પાપકારી કામ કરવાને અન્યને ઉપદેશ કર, સલાહ આપવી કે જેમાં આપણું કે આપણી સંતતી વિગેરેનું કશું પણ હિત સમાયેલું ન હોય તે તેને પરિણામે અનર્થ જ થતા હેવાથી તે અનર્થદંડ સમજ. આ વ્રતમાં ઘણું સમજવાનું છે તે સારી રીતે ગુરુગમપૂર્વક સમજવું અને બને તેટલે ત્યાગ કરવો.
આઠમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧. કંદપે-કંદર્પ વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી. ૨. કુકૂઈઓ-કામોત્પન્ન કરનારી વાત કરવી. ૩. મોહરીએમુખવડે હાસ્યાદિકથી જેમ તેમ બોલવું અથવા કેઈની ગુપ્ત વાત ખુલ્લી કરવી, જેથી અન્ય કષ્ટ પામે, દુઃખી થાય. ૪. સંજુત્તાધિકરણ–પિતાના ખપ કરતાં વધારે અધિકારણે જોડીને રાખવાં. ૫. ભેગાતિરિક્ત–ભેગમાં તથા પરિભેગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર રાખવી. (૯) સામાયિક વ્રત [પહેલું શિક્ષાવ્રત ]
જેમાં રાગદ્વેષને અભાવ થાય અથવા સર્વ જીવસમૂહ ઉપર સમભાવવાળી બુદ્ધિને અનુભવ થાય તેનું નામ પરમાથથી સામાયિક કહેવાય છે. સમ શાંતિ-સમતા તેને આય–લાભ જેમાં થાય તે સામાયક અર્થાત્ જ્ઞાનાદિ ગુણને જેનાથી લાભ થાય તેનું નામ સામાયક. એક સામાયિકનું પ્રમાણ બે ઘડીનું (૪૮ મિનિટનું) સમજવું.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧. મનદુપ્રણિધાન-સામાયિક લઈને મનમાં વિકલ્પ ચિંતવે, મનને દુષ્ટ રીતે પ્રવર્તાવે. ૨. વચનદુપ્રણિધાન–સામાયિકમાં સાવદ્ય વચન બેલે, વચનને દુષ્ટ રીતે પ્રવતવે. ૩.
કાયદુપ્રણિધાન-સામાયકમાં કાયા હલાવે, ભતે પીઠ દઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com