Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૮૩
શ્રી મુનિસુવ્રત મોક્ષગમન ] -
ગુલાબના પુષ્પની સુગંધ તે વખણાય છે પરંતુ તેના ઉપભોગ કરનારને કંટકની વેદના પગ સહન કરવી પડે છે. અગ્નિને તાપ સહન કર્યા વિના સાચા સુવર્ણ તરીકેની કીતિ પ્રાપ્ત થતી નથી તેમ કાર્તિક શ્રેણીના સંબંધમાં પણ બન્યું. તે નગરમાં ગંરિક નામને સંન્યાસી આવી ચઢો.સંન્યાસી ઉગ્ર તપસ્વી હતો.મહિનામહિનાના ઉપવાસ કરતે. આવી તપશ્ચર્યાથી આકર્ષાઈ નગરજને તેને આદરસત્કાર તેમજ પૂજન કરવા લાગ્યા. તેની તીવ્ર તપશ્ચયની વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ અને રાજાના કણે પર્યત પણ પહોંચી. રાજા પણ દબદબાપૂર્વક તેને વંદન કરવા ગ. રાજાના આવા બહુમાનથી તાપસના અભિમાને આકાશમાં વાસ કર્યો. ખરેખર દૂધને ઉછાળો આવતાં કેટલો સમય લાગે? સરવર કે નદી-નાળાને ઉભરાઈ જતાં કેટલો સમય લાગે ? સાગર જ ગંભીર રીતે અખૂટ જળપ્રવાહને પિતાના પેટાળમાં સમાવી શકે. સો કેઈ સંન્યાસીના દર્શને આવતા, પૂજન કરતા અને પિતાને ત્યાં પારણું કરવા માટે પણ પ્રાર્થના કરતા. આ પ્રમાણે થોડા દિવસો પસાર થયા તેવામાં સંન્યાસીને જણાયું કે સૌ કોઈ મારા પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધરાવે છે, એક માત્ર કાર્તિક શેઠ પિતાને વંદનાથે આવેલ નથી. તેણે કાતિક શ્રેણીને કહેવરાવ્યું. લોકો પણ કાતિક શેઠની મક્કમતા શું નિર્ણય કરે છે તે જાણવા ઇંતેજાર બન્યા. સામાન્ય માનવી યુદ્ધને ભય આવતાં જ નાશી જાય, પરન્તુ શૂર સુભટ તો સંગ્રામમાં મોખરે રહે અને કેઈ પણ સંગમાં પોતાનું સ્થાન ન છોડે. કાતિક શેઠ પણ પોતાની પ્રતિજ્ઞાના પાલનાથે સંન્યાસીના કથનને અસ્વીકાર કર્યો. સંન્યાસી તેમના પ્રત્યે રોષે ભરાયા અને ત્યારથી જ તેના છિદ્રો જેવા અને અનુકૂળ સમયે હેરાન કરવા મનમાં ને મનમાં જ મનસૂબે કી.
કાતિક શેઠની કટીની પળ પણ આવી પહોંચી. બન્યું એવું કે એકદા રાજવીએ સંન્યાસીને પોતાને ત્યાં પારણું કરવાનું નિમંત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com