Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
વિભાગ ત્રીજો
પ્રકરણ ૧ લું
નાસ્તિક નમુચી લસણની કળીને કસ્તુરી સાથે રાખવામાં આવે તે પણ તે પિતાની દુગધને સ્વભાવ ન તજે, કેલસાને સાબૂદ્વારા વારંવાર દેવામાં આવે છતાં તે પોતાની શ્યામતા ન તજે તેમ આ ધરાતલને વિષે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે તેઓ સત્ય સમજવા છતાં પોતાના કદાગ્રહને કારણે સત્ય વસ્તુને સ્વીકાર કરી શક્તા નથી તેમજ મમત્વભાવને પરિહાર પણ કરી શકતા નથી. શાસ્ત્રકાર તેવા સ્વભાવવાળા પ્રાણીઓને મળશેળીયા પાષાણની ઉપમા આપે છે તે યથાર્થ જ છે. મગશેળીયે પાષાણ એ છે કે તેના પર પુષ્કરાવત ને મેઘ જળધારા વર્ષાવે તે પણ લેશ માત્ર ભીંજાય નહિ. આ ઉક્તિને જાણે બરાબર ચરિતાર્થ કરતું હોય તેમ નમુચીનું દષ્ટાન્ત બંધબેસતું થાય છે.
ઉજજોનીની ગાદી પર શ્રીવાર્મ રાજવી રાજ્ય કરી રહ્યો હતે. તેને નમુચી નામને વિચક્ષણ પણ મિથ્યાત્વી પ્રધાન હતે. તે રાજનીતિમાં કુશળ હતું પરંતુ તેનામાં એક મહાદૂષણ એ હતું કે તે પિતાના હઠાગ્રહને કદી ત્યાગ કરતે નહિ. એકદા તે નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુત્રત નામના આચાર્ય પિતાના પંડિત શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com