Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર થયા બાદ ચગ્ય અવસરે તેનું મહાપર્વ એવું નામ રાખવામાં આવ્યું. વિગુકુમાર અને મહાપદ્મ બંને સદર ચંદ્રકળાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. ચોગ્ય વયે ઉચિત કળા પ્રાપ્ત કરી તેઓ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મોટા હતા છતાં પણ તેઓ વિક્તભાવવાળા હતા તેથી મહાપદ્મ કુમારને વિનયશાળી, બુદ્ધિમાન અને પરાક્રમી જાણ રાજવીએ તેને યુવરાજ તરીકે અભિષેક કર્યો. મહાપઘકુમારે પણ પિતાની પ્રવીણતાથી સારી પ્રતિષ્ઠા ને પ્રખ્યાતિ પ્રાપ્ત કરી.
મંત્રથી વશીભૂત થયેલ સર્ષ જેમ શાન્ત થઈ જાય તેમ સુત્રતાચાર્યને બાળશિષ્યથી વશ કરાએલ નમુચી શાન્ત થઈ ગયો હતો. તેને ઉજજૈનમાં રહેવું અકારું થઈ પડયું એટલે અનેક સ્થાને પર્યટન કરીને તે હસ્તિનાપુર આવી પહોંચ્યા. મહાપદ્મની કીત્તિ સાંભળી તેની પાસે ગયો. મહાપદ્મ નમુચીની પરાક્રમશીલતા તેમજ વિચક્ષણતા સાંભળી હતી તેથી તેને પિતાના આધિપત્ય નીચે રાખ્યો અને પિતાના મંત્રી તરીકે સ્થાન આપ્યું. મહાપદ્મના હકુમતવાળા પ્રદેશના પ્રાંતભાગે (સીમાડા પર) સિંહબાળ નામને રાજવી દુજય હતું. તે વારંવાર મહાપદ્મના ગામમાં આવી લૂંટફાટ કરી જતે અને પાછે તેના અભેદ્ય દુર્ગમાં ભરાઈ જતો. આ પ્રમાણેના વારંવારના ઉપદ્રવથી
જા ત્રાસી ઊઠી અને પ્રજાના કેટલાક આગેવાનોએ મહાપદ્ય પાસે પોતાની વીતક-કથા કહી રક્ષણ કરવા માટે વિજ્ઞપ્તિ કરી. નમુચીએ પ્રસંગ જેઈ આ બીડું ઝડપ્યું અને વાયુવેગે સિંહબળના પ્રદેશમાં જઈ તેના કિલાને ચારે બાજુથી ઘેરી લીધે અને પછી યુક્તિ-પ્રયુક્તિ અને રાજનીતિના ” સામ, દામ, દંડ અને ભેદ-એ ચાર પ્રકારના દાવપેચથી અંતે તે સિંહબાળને શરણે થવાની ફરજ પાડી. કેદી અવસ્થામાં સિંહબાળને પકડી નમુચી મહાપદ્મકુમાર પાસે લાવ્યું. મહા
પઘકુમારે નમુચીને આ સાહસથી અતીવ રજિત થઈ નમુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com