Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
४८
* [ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર
વધતી જ જાય છે. ચંદ્રલેખાને પણ મનમાં જ એક એવી ઝંખના ઉદ્દભવી કે સાત પુત્રો તે થયા પણ મારે એક પુત્રી થાય તે મારું સંસારસુખ સંપૂર્ણ થયું મનાય. ખરેખર પિતાનું વાત્સલ્ય પુત્ર પ્રત્યે અને માતાનું વાત્સલ્ય પુત્રી પરત્વે વિશેષ હોય છે. પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ તે કર્માધીન છે. તે બાબતમાં પામર માનવજાત તે પરવશ છે. આધુનિક સંસારમાં પણ આપણે કમની તે વિચિત્ર ઘટના જોઈ શકીએ છીએ. લાખ કે કરડેના માલિકને ત્યાં શેર માટીની (પુત્રની) તંગી હોય છે અને દરિદ્ર યા તે “કાલ શું ખાશું?” તેવી જાતના વિચારવાળા રંકને ત્યાં સંતાનોની પરંપરા હેય છે, કેઈને સંતાન પ્રાપ્તિ થાય તે પણ તે સંસ્કારવિહીન અને માતાપિતાને ઊલટી દુખસાગરમાં ધકેલનારી નિવડે છે. સરળ, સંસ્કારી અને ભક્તિમાન સંતાને તે ભાગ્યશાળી વિરલ પુરુ
ને જ સાંપડે છે. આ પરિસ્થિતિથી અજ્ઞાન ચંદ્રલેખા એક પુત્રી માટે ઝંખતી. એવી રીતે વિચારણા કરતી તે એકદા ઝરુખામાં બેઠી હતી તેવામાં કેના ટોળે ટોળા નજરાણું લઈને જતા અને પાછા કરતા તેની નજરે પડ્યા. તેને આ દશ્યથી કુતહળ ઉદભવ્યું અને તરત જ પિતાની દાસીને તેની તપાસ કરી આવવા કહ્યું.
વિચક્ષણ દાસી કમળાએ પૂરતી તપાસ કરી આવીને કહ્યું કે “આપણું નગરના શ્રેષ્ઠી ચંદ્રનો સામચંદ્ર નામનો પુત્ર ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પરદેશથી આવ્યો છે. તેની વધામણી તરીકે અને તેની સાથે એક સ્ત્રીરત્ન આવેલ છે તેને નીહાળવા માટે લોકેને અવરજવર વિશેષ થાય છે. તે સ્ત્રીરત્ન તદ્દન મૂંગું જ રહે છે. કેઈ પણ પૂછે છે તે તેને પ્રત્યુત્તર આપતી નથી. યૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક તે ઉદાસીન જ રહે છે. તે અત્યંત સૌંદર્યશાળી હોવાથી લોકો તેને “સુંદરી” એવા નામથી સંબોધે છે.” આ વૃત્તાંત સાંભળી રાણીને વિશેષ કુતુહળ થયું અને તેણે દાસીને હકમ આપે કે-“કાલે સવારે રાજમહેલે સપરિવાર
ભોજન લેવા માટે ચંદ્ર શ્રેણીને નિમંત્રણ કરી આવ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com