Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મનું શરણ કરાવ્યું. પુનઃ કહ્યું કે-“અરિહંત પરમાત્માને એક વાર ભાવપૂર્વક કરેલ નમસ્કાર અનેક જન્મ અને જરાની પીડા રહિત બનાવે છે તે વારંવાર તેનું સ્મરણ શું ઈચ્છિત ન આપે ? માટે તે નમસ્કાર મહામંત્રનું એકચિત્તે શ્રવણ ને સ્મરણ કર. ચારે પ્રકારનાં આહારને ત્યાગ કર અને આહટ્ટદેહદૃને પણ પરિત્યાગ કર. ભલે તને તિર્યંચ ભવ પ્રાપ્ત થયેલ છે, પણ શુધ મનદ્વારા જે તું પરમાત્માનું એકાગ્રતાથી ધ્યાન ધરીશ તે આવતા ભવ માટે તારું તિર્યંચપણું વિનાશ પામશે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મહામંત્રનું
સ્મરણ કર્યા કર. તે સર્વ સુખ આપવામાં શક્તિશાળી છે તે તને પણ તે શ્રેયસ્કર નીવડશે.”
આ પ્રમાણે મહામુનિનાં વૈરાગ્યમય અને અસરકારક વચન સાંભળી સમળીને બચ્ચાંઓ પ્રત્યેને મેહ નાશ પામે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉદ્ભવી અને તેના કર્ણ—રંધ્રમાં સંભળાવાતા નમસ્કાર મહામંત્રનું ચિંતવન કરી તેમાં જ લયલીન બની ગઈ. આવી રીતે ધર્મ શ્રવણ કરવામાં એકનિષ્ઠ બનવાથી તેને સર્વ દુઃખનું વિસ્મરણ થઈ ગયું અને ઉત્તમ ભાવનાપૂર્વક મૃત્યુ પામીને સિંહલદ્વીપના રાજવી ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાની કુલીએ રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. ચંદ્રલેખાને આ પુત્રીરત્નની પ્રાપ્તિ કેવી રીતે અને કયા સંજોગોમાં થઈ તે આપણે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com