Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
શકુનિકાવિહાર ]. ભૂત બન્યું. આ સમયે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ આ બાજુ વિચરી રહ્યા હતા. તેઓ ભરુચ આવ્યા અને શહેરના બ્રાહ્મણે પાસેથી દ્રવ્ય સંપાદન કરી આ જ સ્થળે વિશાળ વિહાર બંધાવ્યું, પરંતુ તે કાઇને બનાવેલ હેવાથી અનિના ઉપદ્રવને હંમેશાં ભય રહ્યા કરતે એટલે છેવટે આંબડ મંત્રીએ વિપુલ દ્રવ્ય-વ્યય કરી તે વિહાર પથ્થરને બંધાવ્યું
આંબડે આ શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યો તે સંબંધે પ્રબન્ધચિંતામણિમાં આવેલ કુમારપાળ પ્રબન્યમાં ઉલ્લેખ નજરે પડે છે. આંબડ શક્તિશાળી અને રાજનીતિવિચક્ષણ હતું. તેણે પિતાના પરાક્રમથી મારવાડને પ્રદેશ કબજે કર્યો હતો તથા કંકણુના અભિમાની રાજવી મલિલકાર્જુનને પરાસ્ત કર્યો હતો. તેની આવી શક્તિથી રંજિત થઈ મહારાજા કુમારપાળે તેને “રાજપિતામહ”નું માનવંતું બિરુદ આપ્યું હતું. બાદ તેને લાટ દેશને દંડનાયક નીમવામાં આવ્યું અને તે સમયે તેણે પોતાના પિતાના અંતસમયની ઝંખનાની પૂર્તિ કરી.
મંત્રીશ્વર ઉદયન મહારાજા કુમારપાળના જમણા હાથ સદશ મનાતા. તેમના સમયમાં સેરઠના બહારવટીયાએ સારી રીતે માથું ઊંચકયું એટલે તેને પરાભવ કરવા કુમારપાળે પોતાના લઘુબંધુ કીતિપાળની સાથે સહાયાર્થે ઉદયનને પણ મોકલ્યા. વીર યેહાની માફક સમરાંગણમાં ઘૂમી તેમણે શત્રુને શકસ્ત તે આપી પરંતુ એનું પરિણામ એ આવ્યું કે ઉદયન મંત્રી સત રીતે ઘાયલ થયા. યમરાજને શરણે જવાની સર્વ તૈયારીઓ થઈ ચૂકી છતાં તેમને છવ અકળામણ અનુભવવા લાગે. કીતિપાળે એ વ્યથા નીહાળી. તેમણે અનુમાન કર્યું કે ઉદયનને કઈક ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com