Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૭૪
જ [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર ચારે દિશા, ચારે વિદિશા તેમજ ઊર્ધ્વ અને અદિશા એ પ્રમાણે દશે દિશામાં જવાઆવવાનું પરિમાણ કરવું.
આ ઉપરાંત કાગળ લખવાની, તાર કરવાની, છાપાઓ વાંચવાની તથા તેમાં કંઈ પણ લખવાની તેમજ માણસ મોકલવાની જયણા રાખવી.
છઠ્ઠ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે-
૧ ઊર્વે પ્રમાણતિકમ-મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. ૨ અદિપ્રમાણતિક્રમ-મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. ૩ તિચ્છિદિશા પ્રમાણુતિક્રમ–ચાર દિશા કે વિદિશાની મર્યાદા ઓળંગવી તે. ૪ ક્ષેત્રવૃદ્ધિ-બધી દિશાઓના ગાઉને ભેગા કરી એક દિશાએ વધારે જવું તે, અર્થાત્ રાખેલા પ્રમાણમાં હાનિવૃદ્ધિ કરવી તે. ૫ મૃતિ અંતર્ધાન-કેટલા ગાઉ રાખ્યા છે તેની રસૃતિ ન રહેવાથી આગળ જવું તે એટલે સંદેહ પડ્યા છતાં આગળ જવું તે. (૭) ભેગેપભોગ પરિમાણ વ્રત [બીજું ગુણવત]
ભોગ એટલે એક વાર ભેગવાય છે. જેમકે ભજન, વિલેપન પ્રમુખ એક વાર જ ઉપગમાં લઈ શકાય; પછી નકામાં થાય. ઉપલેગ એટલે એક જ ચીજ ઘણું વાર ભગવાય છે. જેમકે વસ, અલંકાર, ઘર, સી વિગેરે. ઉપર બતાવેલ ભેગ અને ઉપગની વસ્તુનું પરિમાણ (મર્યાદા) કરવું તેને સાતમું ભોગપભેગ પરિમાણ વ્રત કહેવાય છે.
સાતમા વ્રતમાં ચૌદ નિયમ ધારવા ઉપરાંત પંદર કર્માદાનનાં વ્યાપારને પણ ત્યાગ કરવો. કેમકે તે વિપુલ પા૫રાશિના કારણભૂત છે. કદાચ કેઈને કવચિત્ તે બાબત આવશ્યક જણાય તો ૧-૨-૩ જરૂર જેટલાંની છૂટ રાખી બાકીનાને ત્યાગ કરે. પંદર કર્માદાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com