Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
શકુનિકાવિહાર ]
થઈ ગઈ. તેમણે તરત જ આ સમાચાર પાટણ આ. શ્રી હેમચંદ્રસૂરિને જણાવ્યા એટલે તેઓ તરત જ યશશ્ચંદ્ર નામના મુનિની સાથે આકાશમાર્ગે ભરુચ આવ્યા અને સેન્ડવી દેવીને પ્રસન્ન કરવા માટે કાયોત્સગ કર્યો. દેવીએ પ્રસન્ન થઈ ચુનરીઓને ઉપસર્ગ દૂર કર્યો અને આંબડ પૂર્વવત્ નિરોગી ને દીપ્તિમંત બન્યો.
આ સન્હવી દેવીનું મંદિર અત્યારે પણ ભરુચમાં વિદ્ય- * માન છે. આ મંદિર સે-દેઢ વર્ષનું બાંધેલું છે. પ્રાચીન મંદિર આ નવા મંદિરથી પાંચ-છ ફર્લાગ જેટલું દૂર હતું. હાલમાં માત્ર ત્યાં એક કૂવે છે.
આંબડ પછી વસ્તુપાલ-તેજપાલે આ મંદિરને પિતાના . શ્રદ્ધા-પુષ્પ અર્પણ કર્યા અને એ રીતે આ વિહારની જાહોજલાલી વૃદ્ધિગત થઈ રહી. આ પ્રમાણે પ્રતિદિન કીતિ પ્રાપ્ત કરતે આ વિરાટ વિહાર વાઘેલા રાજવી કર્ણદેવના સમય સુધી અસ્તિત્વમાં હતું પરંતુ ગ્યાસુદ્દીન તઘલખના (વિ. સં. ૧૩૨૦-૨૫) સમયમાં તે મુસલમાનના હાથમાં ગયો અને તેનું મજીદના રૂપમાં પરિવર્તન થયું, જે અત્યારે ભરુચની પ્રસિદ્ધ જુમ્મા મજીદના નામે પ્રખ્યાતિ પામી રહેલ છે.
આ મરજીદના પ્રત્યેક ભાગનું પુરાતત્વની દષ્ટિએ બારીક અવલોકન કરવામાં આવતાં તેની શિલ્પકળા અને સ્તંભે જૈન વિહારના અવશે હોય તેમ પહેલી જ નજરે જોનારને જણાઈ આવે છે. આ જુમ્મા મજીદ લંબાઈમાં ૧૨૬ ફુટ અને પહોળાઈમાં બાવન ફુટ છે. અડતાલીશ સ્તંભની સરખી હાર છે અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપરની કોતરણી આબૂના પ્રસિદ્ધ વિમલવસહીની શિલ્પકળાને આબેહુબ મળતી આવે
છે. થાંભલાની પાટમાં જૈન તેમજ હિંદુ ધામિક દ કેરેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com