Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર રહી ગઈ છે અને તેની પૂતિના અભાવમાં તેને જીવ સુખપૂર્વક જતું નથી. કીતિપાળે શાંત વાણીથી ઉદયનને કારણ પૂછતાં તેમણે શત્રુંજયનું મુખ્ય મંદિર, શકુનિકા વિહાર તેમજ ગિરનારની પાજના જીર્ણોદ્ધારની પિતાની મનોભાવના વ્યક્ત કરી. કીતિપાલે વચન આપ્યું કે “આમ્રભટ્ટ (આંબડ) તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આ આશ્વાસન મળ્યા બાદ ઉદયન મંત્રીને આત્મા શીઘ્ર સ્વર્ગે સીધા.
આંબડે પિતાના પિતાની અંતસમયની આકાંક્ષા પૂર્ણ કરવા શકુનિકાવિહાર બંધાવવાનું શરૂ કર્યું. પાયા ખેદતાં નર્મદા નદી નજીકમાં જ હોવાથી પાયામાં પાણી ભરાઈ જતું અને જમીન ભેગી થઈને પાયા પુરાઈ જવા લાગ્યા. મંદિરનિર્માણની મહેનત નિષ્ફળ નીવડતી. મજૂરે હેરાન થવા લાગ્યા અને કેટલીક વખત તે કેટલાય મૃત્યુ પણ પામતાં. આદ્મભટ્ટને આ નિરાધાર લોકેનું દુઃખ અસહ્ય લાગ્યું અને તેના પ્રત્યે કરુણાથી આકર્ષાઈ ઉપદ્રવ શાન્ત કરવા માટે પોતાના પુત્ર તથા સ્ત્રી સહિત પાયામાં ઝંપાપાત કર્યો. સાહસિક ને ધર્યવંત પુરુષો “વાર્થ સાધામ વા હું વાતામિ” ના મુદ્રાલેખવાળા હોય છે. તેમના આ અતિશય સાહસથી નર્મદા દેવી પ્રસન્ન થઈ અને વિદન દૂર કર્યું. નિર્વિને મંદિર પૂર્ણ થયા બાદ તેના પ્રતિષ્ઠામહોત્સવ સમયે દેશ-દેશના સંઘને આમંત્રણ પાઠવ્યું અને અણહીલપુર પાટણથી પરમાર્હત્ મહારાજા કુમારપાલ તેમજ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય પણ પધાર્યા. તેમની સાનિધ્યમાં ભવ્ય દબદબાપૂર્વક પ્રતિષ્ઠામહોત્સવ પૂર્ણ કર્યો. આ કાર્ય પૂર્ણ થયા બાદ રાજા તથા આચાર્ય શ્રી હેમચંદ્ર પુનઃ પાટણ આવ્યા.
એવામાં બન્યું એવું કે-આમભટ્ટને વ્યંતરીઓનો ઉપદ્રવ થયે અને તેમને અંતસમય નજીક હેાય તેવી સ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com