Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ સાતમું અંતિમ અભિનંદન
જયાં સુધી સુવર્ણની પ્રાપ્તિ ન થઈ હોય–તે નજરે ન નીહાળ્યું હોય ત્યાં સુધી પાણી પીત્તળમાં રાચે-માર્ચ, તેની પ્રાણિથી પિતાને આનંદ પ્રદર્શિત કરે પરંતુ જ્યારે તેને કનકની પ્રાપ્તિ થાય ત્યારે તે પૂર્વના પીત્તળને ત્યાગ કરે છે તેમ રાજકુમારી સુદર્શનાના સંબંધમાં પણ બન્યું. અત્યારસુધી તે રાજકુમારી સિંહલદ્વીપને જ સર્વસ્વ માની આનંદપૂર્વક રહેતી હતી પરંતુ જ્યારથી આર્યાવતનું ભૃગુકચ્છ (ભરુચ) તેના સ્મૃતિપટમાં ખડું થયું ત્યારથી તેને તે નગરે પહોંચી જવાની પૂરેપૂરી તાલાવેલી લાગી. સ્વશ્રેયાર્થે પ્રાણી જેમ મિથ્યા માર્ગને ત્યાગ કરી જૈન ધર્મને આશ્રય લે તેમ સુદર્શનાએ તાત્કાલિક પ્રયાણને નિર્ણય કર્યો. તેમાં પણ આતે ઉપકારી એવા મુનિવરોના મેળાપ અર્થે જવાની અભિલાષા. સુદર્શનાએ પિતાના માતા-પિતા સમક્ષ પોતાની હદયેચ્છા વ્યક્ત કરી
માત-પિતાને મન એક કઠિન કેયડે ઉપસ્થિત થયે. જે હા પાડે તે સુદર્શના સરખી વિચક્ષણને સમજુ પુત્રીને વિયેગનું દુઃખ અને જે ના પાડે તે સુદર્શાને થનારું હદયદુઃખ. એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવું ધર્મ-સંકટ ઉદ્દભવ્યું. સુદર્શના પ્રત્યે ચંદ્રલેખા રાણીને એ મમતાભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com