Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૫૮
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હતું કે તેના સિવાય એક ક્ષણ પણ અળગી રહી શકતી નહી. રાજા તથા રાણીએ સુદશના વિવિધ પ્રકારે મનાવી અને પિતાને નિશ્ચય ત્યજી દેવા સમજાવી, પરન્તુ ઉપકારી મુનિવરને મળવાની તીવ્ર ઉત્કંઠાવાળી સુદર્શનાએ માત-પિતાને ગાઢ મેહ દૂર કરવા શાંત પણ ઉપદેશક શબ્દમાં થોડો બાધ કર્યો. રાજા કરતા પણ રાણું ચંદ્રલેખાને સુદર્શનાનું વિગદુખ અત્યંત સાલતું હતું. સાત-સાત પુત્ર પછી એક પુત્રોની પ્રાપ્તિ થઈ હતી અને તે પણ દેવસહાયથી પ્રાપ્ત થયેલ. આવી પુત્રી વાત્સલ્યના અખંડ ઝરાને શાષવીને પરદેશ પ્રયાણ કરશે તે વિચારે ચંદ્રલેખાને દુઃખના અગાધ ગર્તામાં ધકેલી દીધી. માતાને આવો દયામણે ચહેરા અને વિચારમગ્ન સ્થિતિ નીરખી સુદર્શનાને ઘણું જ લાગી આવ્યું, પરંતુ તેનું પિતાનું કર્તવ્ય તેને પુનઃ મક્કમ બનાવતું. છેવટે તેણે માતાને શાંત શબ્દોમાં દિલાસો આપે અને મહામુશીબતે ઉભય પાસેથી ભરુચપ્રયાણ માટે સંમતિ મેળવી.
પુત્રીને મક્કમ નિરધાર જોઈ રાજવીએ રાષભદત્ત વ્યવહારીને સર્વ પ્રકારની સગવડપૂર્વક પિતાની પુત્રીને સાથે લઈ જવા ભલામણ કરી અને પુત્રીના પ્રયાણુની તૈયારી આરંભી દીધી. સાર્થવાહ સાથે સુદર્શનાએ સિંહલદ્વીપને છેલ્લે નમસ્કાર કરી પરદેશ–પ્રયાણ આરહ્યું.
સુદર્શનાના હૃદયના વેગની સાથે જ વહાણ પણ શીઘ્રગતિએ ચાલવા લાગ્યું. આનંદ-કલેલ અને ધર્મચર્ચા કરતાં કેટલાક દિવસે સાગરની સપાટી પર પસાર થયા તેવામાં સમુદ્રની મધ્યમાં એક પહાડ સુદનાની દષ્ટિએ પડ્યો. આ પહાડની સૌંદર્યતા અને હરિયાળી વૃક્ષરાજ નીહાળી તેને અત્યંત આશ્ચર્ય થયું. તે એવામાં આ પર્વત સંબંધી પ્રશ્ન કરે છે તેવામાં તે પવનની અનુકૂળતાથી જહાજે તેની લગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com