Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
અંતિમ અભિનંદન ]
*
પ૯
લગ આવી પહોંચ્યા અને સુદર્શનાની ઈચ્છાથી વહાણવટીઓએ ત્યાં લંગર નાખ્યાં.
સાર્થવાહ રાષભદત્ત તેમજ સુદર્શન વિગેરે તે પર્વત પર ચઢવા લાગ્યા અને જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ તેમનાં હર્ષ-કલોલે વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. પવનની મંદ મંદ શીતળ લહરીઓ મનને મુગ્ધ બનાવી રહી હતી અને કોયલને મીઠો કલરવ કણને અમૃતપાન કરાવી રહ્યો હતે. સમુદ્રના મધ્યભાગમાં આ વિમળ પર્વત આવેલ હોઈ મનુષ્યની અવરજવર કવચિત જ થતી અને તેને કારણે આ પર્વત નિર્જન જેવો જણાતે.
ઉપર ચઢ્યા બાદ આસપાસ અવલોકન કરતાં સુદર્શનાની ચકર દષ્ટિએ એક મુનિવર ચઢ્યા. જેને માટે તે ઝંખના કરી રહી હતી, જેને માટે અગાધ સાગર ખેડી રહી હતી તે મુનિવરના દર્શન થતાં જ તેની રોમરાજ વિકસ્વર બની ગઈ હૃદયમાં આનંદનાં મેજાં ઊછળવા લાગ્યા. મેઘને જોતાં જ મયૂર હર્ષાન્વિત બને તેમ મુનિ-મેળાપથી સુદર્શન પુલકાંકિત બની ગઈ. ધીમે પગલે તે અષભદત્ત સાથે વાત સાથે મુનિ સમીપે આવી અને વંદન કરી તેમની નજીક બેઠી. જ્ઞાની મુનિવરે મુમુક્ષુ આત્માઓને પોતાની સમીપ આવેલ જાણી પરોપકાર બુદ્ધિથી કાઉસગ્ગ ધ્યાન પાયું અને આશીર્વાદાત્મક શબ્દોચ્ચારરૂપ આગંતુકને “ધર્મલાભ આપે.
પરસ્પર ધમ–ચર્ચા સંબંધી વાતોલાપ થયા બાદ મુનિવરે સંસારની અસારતા સમજાવતાં પિતાની આત્મકથા કહી સંભળાવી. સુદર્શનાએ એકાગ્ર ચિત્તે તે દીધ જીવનવૃત્તાંત સાંભળ્યું અને મુનિના સાહસ, ધર્ય તેમજ સહિષ્ણુતા માટે માનસિક વંદન કર્યું. પ્રાંતે સુદર્શનાને તે પર્વત પર પિતાની યાદગીરી
જાળવી રાખવા માટે એક જિનાલય કરાવવાની સંભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com