Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
સમસ્યાપતિ ને જતિ]
તાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણજ્ઞાનના બળે તેણે પિતાને પૂર્વને સમળીને ભવ જે. અને સમળીના ભવનું દશ્ય નજર સામે તરવરતાં જ બાણપ્રહારની વેદના વિચારતાં તે તરત જ કંપવા લાગી અને તેને તે જ રિથતિમાં તરત જ આસન પરથી પૃથ્વીતલ પર પડી ગઈ.
અચાનક રાજપુત્રીને મૂછ આવી જતાં સભાજનને આનંદ વિષાદમાં પલટાઈ ગયે. રાજવીનું પ્રસન્ન મુખ ગ્લાનિને અંગે શ્યામ બની ગયું. આ સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિક જને પણ ક્ષોભ પામી ગયા. શીપચાર શરૂ કરતાં સુદર્શના કેટલીક વારે સચેત થઈ. રાજાએ શાંત્વન અર્થે પોતાના ઉલ્લંગમાં તેને બેસારી છતાં પણ સુદર્શના વારંવાર ઋષભદત્ત સામું જોવા લાગી. અજાણ્યા માનવી પ્રત્યે વારંવાર સુદર્શનાને નીરખતી જોઈ રાજા મનમાં કંઈ સંકલ્પ-વિકલ્પ કરે તેવામાં તે સુદર્શનાએ સાર્થવાહ સાથે વાર્તાલાપ આરંભ્યો.
હે ધર્મબંધુ ! હે જિદ્ર મતાનુયાયી ! તમને કુશળ છે ને ? તમે ભરૂચ નગરથી આવે છે તે પંચેંદ્રિયરૂપી હસ્તીઓને જીતવામાં સિંહ તુલ્ય મહામુનિવરો ક્ષેમકુશળ છે ને?”
સાર્થવાહ પોતાની સાથેના સુદર્શનાના આવા સંભાષણથી આશ્ચર્ય તે પામ્યા પણ તેણે સુદર્શનાના પ્રશ્નોને જવાબ આપતાં કહ્યું કે-“હે રાજકુમારી! ભરુચ નગરમાં સર્વ મુનિવરો શાતામાં છે. પરિષહેને સહન કરતાં તેઓ વિધવિધ શાસનપ્રભાવનાના કાર્યો કરે છે.”
સાર્થવાહ ને સુદર્શનાના પ્રશ્ન-જવાબથી રાજવી ચંદ્રગુપ્તતેમજ સમગ્ર સમાજનેને કશી માહિતી મળી નહિ. તેઓ આ બંનેના વાતોલાપથી કશું સમજી શકયા નહિ એટલે ચંદ્રગુપ્ત
પિતે જ પોતાની પુત્રીને પૂછયું-“પુત્રી, ભરુચ નગર સંબંધી તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com