Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
ચંદ્રલેખાની મનસિદ્ધિ ]
»
૪૯
નિયત સમયે ચંદ્ર શ્રેણી પોતાના પરિવાર યુક્ત “સુંદરી સાથે રાજમહેલે ભેજનાથે આવી પહોંચ્યો. ભેજનવિધિ પરિપૂર્ણ થયા બાદ ચંદ્રલેખાએ સુંદરીને એકાંતમાં લાવી તેના વૃત્તાંત સંબંધી પૃચ્છા કરી, પણ અત્યારસુધી સકારણ મૌન રહેલ સુંદરી એમ યે જવાબ આપે? રાણીએ વિશેષ દિલાસો આપતાં કહ્યું કે-“બહેન, મનમાં ને મનમાં દુઃખ સંગ્રહી રાખવાથી હદયભાર એ છે નહીં થાય. શિશિર ઋતુમાં હિમથી જેમ કમલિની દગ્ધ થઈ જાય તેમ આ નૂતન યુવાવસ્થામાં જ તું શા માટે સંતાપથી બળી રહી છે? તારું શરીર પણ દુર્બળ બની ગયું દેખાય છે. વિષાદે તારા મન પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તારું જે કંઈ ઈચ્છિત હોય તે મને જણાવ. હું તે તને સ્વાધીન કરીશ.”
રાણના આટલા આશ્વાસન બાદ અત્યાર સુધી સુંદરીની જકડાઈ ગયેલી છશે એટલે માત્ર જ પ્રત્યુત્તર આપે કે-“મારું નિંદિત ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદે થવાનું છે? પ્રેમમાં આસક્ત થયેલા છે વિરહરૂપી અગ્નિમાં દશ્ય થઈ જવાને કારણે અહીં જ દાવાનળને દુઃખને અનુભવ કરે છે.” આ પ્રમાણે કહી સુંદરીએ એક દુખગભિત નિઃસાસો મૂક્યો. સુંદરીની આવી સ્થિતિ નીહાળી ચંદ્રલેખાએ તેનું જીવનવૃત્તાંત પૂછવાને આગ્રહ પડતો મૂકો અને દિલસોજીભરી વાણુમાં કહ્યું કે “તું આજથી મારી નાની બહેન સદશ છે. તારે નિર્ભય અને નિઃશંક રીતે આ મારા રાજમહેલને ભગવટો કરે. આજથી તારે મારી પાસે જ રહેવું.” સુંદરીએ આ વાત માન્ય રાખી અને પ્રતિદિન પરસ્પરના વાર્તાવિદથી સુંદરીની ઉદાસીનતા પણ નષ્ટ થઈ ગઈ ધીમેધીમે તેઓ બંને વચ્ચે એ ગાઢ સ્નેહ બંધાઈ ગયે કે શરીરથી તેઓ ઉભય ભિન્ન હોવા છતાં એક મનવાળા હેય તેમ જણાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com