Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
આગળ ચાલતાં હિમાલયના હિમાચ્છાદિત નાના શિખર જેવુ' શ્વેત અને દેદીપ્યાન એક જિનમંદિર રત્નસંચય નામના નગરમાં તેઓ સર્વની નજરે પડયું. આ જિનપ્રાસાદ શ્રી શાંતિનાથ જિનેશ્વરના હતા અને વિદ્યાધર રાજવી સુવેગ ત્યાં પ્રતિદિન ભક્તિભાવપૂર્વક પૂજા, અર્ચી તથા આંગી કરતા. આજે પણ સુવેગે ઉત્કંઠાપૂર્વક અત્યંત શૈાભામય આંગી રચી હતી, વિજયા ઉત્કંઠાપૂર્વક પાતાના સખીજન સહિત ત્યાં આવી પહેાંચી અને શાંતરસથી ભરપૂર જિનમૂત્તિના દર્શન કરતાં જ તેને આત્મા ઉલ્લાસ પામ્યા. આંગી અને તેની વિધવિધ કળા સંબંધી વિચારણા કરતાં તેની ભાવવૃદ્ધિ થઇ અને પરમાત્માના એક માત્ર ક્રેનમાં જ લયલોન મનતાં તેનાં રામેામ વિકસ્વર થઈ ગયા. એ પરિણામની વધતી જતી ધારામાં ત્યાં ને ત્યાં જ તેણે સમકિત ઉપાજ્યું –એધિબીજની પ્રાપ્તિ કરી.
૪૦
સ્થિરચિત્તે પ્રભુ-પ્રાર્થના કર્યાં બાદ વિજયા પેાતાના પરિવાર સહિત આગળ ચાલી તેવામાં નાના સાધ્વીસ ધ તેની નજરે પડ્યો. સાધ્વીઓના મુખ પરની રેખાઓથી તે જાણી શકી કે આ શ્રમણીઓ થાકી ગયેલ છે અને લાંખા વિહારને અંતે તેને હવે આહાર-ગેાચરી કરવાના સમચ થયા છે. તે જાણતી હતી કે સત્પાત્રને દીધેલું દાન અનંત પુણ્યરાશિ પ્રાપ્ત કરાવે છે. તેમાં પણ માથી શ્રાંત થયેલ મુનિજનને આહાર આપવાથી અત્યંત લાભ થાય છે. તેથી તરત જ વિજયા તેની સમીપે ગઇ અને સુખશાતા પૂછવાપૂર્વક એક ગાઢ ઘટાવાળા વૃક્ષ નીચે આરામ કરવા તેઓને સૂચન કર્યુ. બાદ પેાતાની પાસેના શંખલ(ભાતા) માંથી તેણે સૂતે નિર્દોષ આહાર સાધ્વીઓને શક્તિપુરસ્કર વહેારાબ્યા અને મનની પ્રસન્નતાપૂર્વક પ્રણામ કર્યાં. ખાદ વૈયાવચ્ચે-શુશ્રુષા કરવાપૂર્વક તેમના થાક દૂર કર્યાં. પુણ્ય-પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તોમાં પણ જ્ઞાનીપુરુષાએ સાધુજનની વૈયાવચ્ચને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com