Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પણ તેમાં લેશ માત્ર આસક્તિ ધરાવી નહિ. હવે પોતાનું ભેગાવલી કમ પૂર્ણ થયું જાણું તેઓ ચારિત્રની પૂર્વ તૈયારી કરવા લાગ્યા તેવામાં કાંતિક દેવતાઓએ આવી પોતાના નિયમ મુજબ પરમાત્માની ભાવનાને પુષ્ટિ આપી. દરેક તીર્થકરેના સંબંધમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ કાંતિક દેવની “વામિન ! તીર્થ પ્રવર્તા” એવી વિજ્ઞપ્તિ બાદ લોકોના દારિદ્રયને દૂર કરનારું સાંવત્સરિક દાન દેવું શરૂ કર્યું. પ્રતિદિન એક કરોડ ને આઠ લાખ સોનામહોરનું કલ્પવૃક્ષની માફક યથેચ્છ દાન આપવા લાગ્યા. વર્ષ પૂર્ણ થયે પિતાના પ્રતાપી પુત્ર સુવ્રતને રાજ્યવહીવટ સે .
યોગ્ય સમય આવતાં જેમ હંસો શુષ્ક બનેલા સરેવરને ત્યાગ કરે તેમ પરમાત્માએ સંસારને ત્યાગ કર્યો. સુવ્રત રાજાએ આ પુણ્યપ્રસંગને શોભાવવા રાજ્યની સમગ્ર સાધન-સંપત્તિ વહેતી મૂકી, એક હજાર પુરુષે વહન કરી શકે તેવી અપરાજિતા નામની ભવ્ય શિબિકા પ્રભુને બેસવા માટે તૈયાર કરાવી. આવા પવિત્ર અને પ્રાણીગણના કલ્યાણકારક પ્રસંગને લાભ લેવા
૪ ઈંદ્રો પણ પિતપતાના પરિવાર સહિત આવી પહોંચ્યા. આ પ્રમાણે સુવ્રત રાજવી અને દેવેએ મળીને જેમને ભવ્ય નિષ્કમત્સવ કરેલ છે એવા પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી ઉપર્યુક્ત શિબિકામાં બેસી નીલગુહા નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એક પછી એક આભરણે તથા સુંદર વસ્ત્રોને ત્યાગ કર્યો એટલે ઈદ્ર પ્રભુના સ્કંધ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂકયું, જે તેમના નિર્વાણ સુધી રહ્યું. પરમાત્માએ છઠ્ઠની તપશ્ચર્યા પૂર્વક ફાગણ શુદિ ૧૨ ને દિવસે શ્રવણ નક્ષત્રમાં પાછલા પહોરે પંચ મુષ્ટિ લોચ કરીને પારમેશ્વરી પ્રવજ્યા સ્વયં ગ્રહણ કરી. પરમાત્માના આવા ભવ્ય ત્યાગથી આકર્ષાઈ એક હજાર રાજાઓએ પણ પરમાત્માના પથનું અનુકરણ કર્યું અર્થાત દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન
થયું. આ સમયે સમસ્ત વિશ્વમાં આનંદની લહરી પ્રસરી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com