Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] જ
૨૯
શિક્ષાત્રતરૂપ બાર વતે છે. આ ઉપરાંત શ્રાવકના એકવીશ તેમજ માર્ગાનુસારીના પાંત્રીશ ગુણે છે, તે જેમ દાદર ચઢનારને રજજુ આલંબનરૂપ નીવડે છે તેમ યતિધર્મરૂપી સીઢી ચઢવાને માટે આધારભૂત છે.
પ્રમાદ એ પ્રાણીગણને મહામાં મહાન શત્રુ છે. તેના વશવર્તીપણાથી માનવી અમૂલ્ય ચિંતામણિ રત્ન સદશ મનુષ્ય ભવ વૃથા ગુમાવી બેસે છે. પ્રમાદના વિભાગો પાંચ છે૧ મધ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા અને ૫ વિકથા. એમાંને એકએક પ્રકાર પણ માનવીને સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરાવે છે તે જેઓ પાંચે પ્રમાદનું સેવન કરતાં હોય તેમનું તે પૂછવું જ શું? આ પ્રમાદો સંસારરૂપી કારાવાસના સંરક્ષકે છે. તેઓ સંસારરૂપી કારાગૃહમાંથી છૂટવા માગતા ને બહાર નીકળવા દેતા નથી, પણ જે આત્મા જોરાવર બને અને ધર્મરૂપી પગની સહાય લે તે આ પ્રમાદરૂપી સંરક્ષકેન પરાભવ કરી શકે. પ્રમાદના પ્રસંગ પર જેટલું વિવેચન કરીએ તેટલું થવું છે માટે વિચક્ષણ પ્રાણીએ તે પ્રમાદના પરિહારપૂર્વક ધમનું જ આલંબન સ્વીકારવું એ જ અગાધ અને ભયપ્રદ સંસારસમુદ્રથી પાર પહોંચવાને એક માત્ર સુંદર ને શ્રેષ્ઠ ઉપાય છે.”
આવી રસિક અને ભવ્ય ઉપદેશેલીથી પ્રતિબંધ પામી કેટલાક ભવ્ય પ્રાણીઓએ સંયમધર્મ સ્વીકાર્યો તે કેટલાકેએ શ્રાવકના વતા ગ્રહણ કર્યા. પ્રભુએ પિતાના શિષ્યો પૈકી ગણધર પદની યેગ્યતાવાળા ઇદ્ર વિગેરે અઢાર મુનિવરોને ગણધર તરીકે સ્થાપ્યા, જેમાં ઇંદ્ર મુખ્ય ગણધર બન્યા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે પરમાત્માએ કહેલી ત્રિપદીના શ્રવણથી સમસ્ત મૃતસાગરના પારંગત બનેલ ઇદ્ર ગણધરે પણ રેચક દેશના આપી, જે સાંભળ્યા બાદ સુવ્રત રાજવી તેમજ પૌરજનો પોત પોતાને સ્થાને ગયા.
દરેક તીર્થંકરના શાસનમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com