Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
અાવધતીર્થની ઉત્પત્તિ ] *
૩૩
શબ્દમાં ઠપકો આપે અને એક પણ જીવની હિંસા ન થાય તેવી રીતે શાંતિપૂર્વક જયણાથી કાર્ય કરવા સૂચન કર્યું.
પૂજારીએ સાગરદત્ત પર વધતી જતી જૈન ધર્મની છાપથી અંતરમાં બળી રહ્યા હતા. તેઓને તેને જૈનધર્મ પરત્વેને અનુરાગ શલ્યની પેઠે ખટકતો હતો. તેઓ તેને પુનઃ શિવમાર્ગમાં સંપૂર્ણ રીત ખેંચી લાવવા માગતા હતા પણ તે કયારે શકય બને? પ્રેમથી કે તિરસ્કારથી? સૌજન્યરી સમજાવટથી કે આક્રોશભર્યા વચનો. થી? પ્રેમપૂર્વક કહેવાને બદલે તેમણે સ્વભાવસુલભ તિરસ્કારને રષભર્યો માગ ગ્રહણ કર્યો. સાગરદત્ત પોતે જ આ મંદિરને નિમતા છે એ વિચારને તેમજ સારાસાર યા હિતાહિતને ખ્યાલ કર્યા વગર પૂજારીઓએ તેની અતિશય નિર્ભત્સના કરી. શિવમાર્ગી મંદિરમાં સાગરદત્તની જૈનધર્મી આચરણ ને સહૃદયતા ત્યારે જ સહન થાય કે જયારે દરિયાવ દિલ હોય, પરંતુ સ્વાર્થના સાગરમાં અને અંધશ્રદ્ધામાં ડૂબેલા તેઓને તેનું ભાન કયાંથી હોય? પૂજારીઓએ આવેશને આવેશમાં સાગરદત્તને મંદિરની બહાર ચાલ્યા જવાને હુકમ કર્યો. સાગરદત્ત આ અસહ્ય વાણી સહન કરી શકે નહિ એટલે તે શૈવાચાર્ય પાસે ગયે પરંતુ તેણે પણ સાગરદત્તને ઉપાલંભ આપી પૂજારીઓના વર્તનની ઉપેક્ષા બતાવી, એટલે મનમાં અત્યંત દુભાયેલ સાગરદત્ત શીધ્ર સ્વગૃહે આવ્યું. આજના તિરસ્કરણીય પ્રસંગથી તે અત્યંત ખિન્ન બની ગયે. ગ્લાનિ અને વિવાદે તેના પર પિતાનું પ્રભુત્વ સ્થાપ્યું. તે વિચારવા લાગે કે-મારા બાપદાદાને કુળ પરંપરાથી ચાલ્યા આવતો શિવધર્મ સાચું હશે કે “અહિના જે ધર્મના સિદ્ધાંતવાળે અને સ્યાદ્વાદરૂપી અનેક અપૂર્વ તત્ત્વથી ઓપતે જૈન ધર્મ સત્ય હશે ?” આ પ્રમાણે સાગરદત્તે કેટલીય પળો ને ઘડીઓ વિચારમાં ને વિચા૨માં પસાર કરી પરંતુ તે એકે વસ્તુને નિર્ણય-નિશ્ચય કરી શકે નહિ. આવી રીતે સંશયિત મનવાળે સાગરદત્ત અપમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com