Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
અધાવબોધતીર્થની ઉત્પત્તિ ] :
૩૭
નમસ્કાર કરવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ સમગ્ર પર્ષદા આશ્ચર્યાન્વિત બની ગઈ. તેવામાં જાણે હર્ષને અતિરેક થયો હોય તેમ અશ્વ તીર્થકર ભગવંત સમક્ષ આવવા ચાલ્યો અને શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી તેમની સમક્ષ નત મસ્તકે ઊભો રહ્યો.
- અશ્વિની આવી બધી ચેષ્ટાઓ જોઈ આશ્ચર્ય—સાગરમાં ડૂબેલા જિતશત્રુ રાજાએ પ્રભુને તેનું કારણ પૂછ્યું એટલે પરમાત્માએ તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને વિશેષમાં જણવ્યું કે-“પૂર્વભવના મિત્રસ્નેહથી આકર્ષાઈ હું અત્રે તેના પ્રતિબંધાર્થે આવેલ છું અને તેનું આયુષ્ય પણ હવે અતિ અલ્પ છે.”
જિતશત્રુ રાજાએ તેને તરત જ પોતાના આધિપત્યમાંથી મુક્ત કર્યો. અવે પણ પરમાત્મા પાસે અણશણ સ્વીકાર્યું અને આત્મભાવમાં લીન થયો. પંદર દિવસ પર્વત શુભ ધ્યાનમાં રક્ત રહી પ્રાંતે તે અશ્વ કાળધર્મ પામીને આઠમા સહસાર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. દેવ થયા પછી પિતાને પૂર્વ ભવ વિચારતાં અવધિજ્ઞાન દ્વારા અશ્વના ભવમાં ઉપકારી બનેલ પરમાત્મા પાસે આવ્યા અને વિણા, વેણુ અને મૃદંગ વિગેરેના ભવ્ય ઠાઠપૂર્વક ભક્તિપુરસ્સર નૃત્ય કર્યું અને પછી પરમાત્માની શ્રદ્ધાન્વિત વિરે સ્તુતિ કરી. જે સ્થાને શ્રી મુનિસુવ્રતસ્વામીએ અશ્વને પ્રતિબંધ પમાડ્યો તે સ્થાન અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રખ્યાતિ પામ્યું અને તે જ સ્થળે સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાએ દેવવિમાન સરખું શકુનિકાવિહાર નામનું દેવાલય બંધાવ્યું. આ રાજકુમારી સુદર્શના કોણ? અને તેણે શા કારણથી આ ભવ્ય દેવમંદિર બંધાવ્યું તેના સ્પષ્ટીકરણ માટે આપણે આ ચરિત્ર-પ્રવાહમાં આગળ વધીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com