Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૩૨
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આચારપાલન આદિ જે તેને પોતાના શિવપૂજારીઓ અને જૈન મુનિઓ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર જણાવા લાગ્યું. આમ્રરસ કોને પ્રિય ન બને? એક વખત જિન ધર્મ શ્રેણી સાથે ધર્મદેશના શ્રવણાર્થે જતાં ગૃહસ્થચિત દાનાદિ ધર્મના ઉપદેશ બાદ સાગરદત્ત જિનબિંબ અને જિનચૈત્યના અગણિત ફળપ્રાપ્તિને ઉપદેશ સાંભળે. મુનિપ્રવરે જણાવ્યું કે–“ને રિઝ ” જે પ્રાણ રાગ, દ્વેષ અને મહાદિ ઉત્કટ શત્રુઓને જીતનાર તીર્થંકર પરમાત્માનું જિનચૈત્ય બંધાવે છે તે પ્રાણી પરભવમાં સહેલાઈથી ધર્મ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાએ પરમપદને પણ પ્રાપ્ત કરી શકે છે ઈત્યાદિ.
આ રમ્ય ઉપદેશ સાગરદત્તના કુમળા હૃદયમાં આરપાર ઊતરી ગયે. તેના હદયમાં પિતાની સંપત્તિને જિનાયતન બનાવને સાર્થક કરવાની ભાવના રફુરી. તેણે પિતાને મનેભાવ જિનધામને જણાવ્યું.મિત્રજિનધમે તેના પવિત્ર વિચારને પૂર્ણ અનુમોદન આપ્યું. પછી તેણે જિનચૈત્ય બંધાવ્યું અને એક સુવર્ણ મય જિનબિંબ તૈયાર કરાવી તેની સુસાધુદ્વારા પ્રતિષ્ઠા પણ કરાવી.
એકદા શિશિર ઋતુ આવી પહોંચતા શિવાયતનના પૂજારીએ પૂજનોત્સવ આરંભે અને તે નિમિત્તે સાગરદત્ત શ્રેણીને આમંત્રણ આપ્યું. સાગરદત્ત જિનધર્મના તોથી વાસિત થયો હતું, તેને જૈનધર્મ પ્રત્યે ગુણાનુરાગ હતું છતાં પણ તે પિતાને કુળધર્મ-શિવમાર્ગ ત્યજી શકી ન હતે. નિયત સમયે તે શિવમંદિરમાં ગયે. પૂજારીઓએ પૂજા માટે ઘણું વખતથી એકત્ર કરેલ ઘીના કુંભ (ઘડાએ) વેદિકા પાસે લાવવા શરૂ કર્યા. પણ આ શું? ઘણા દિવસથી એક જ સ્થળે પડી રહેલા ઘીના ઘડાઓની આસપાસ તેમજ નીચે ઘીમેલના ઝુંડના ઝુંડ જામી ગયા હતા. નિર્દય પૂજારીઓ તે ઘીમેલને દૂર કરવા ક્રૂર રીતે તેને મસળી મસળીને મારી નાખવા લાગ્યા. અહિંસાપ્રેમી બનેલ સાગરદત્તથી આ ન સહન થયું. તેણે પૂજારીઓ પાસે જઈ સપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com