Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૩૪
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ને કારણે આત્ત ધ્યાન કરતા અલ્પ સમયમાં યમરાજના અતિથિ થયા. આપ્તધ્યાનના કારણથી તે તિયચયેાનિમાં ઉત્પન્ન થયા. ત્યાં પેાતાનું આયુ પૂર્ણ કરી અનેક વિધવિધ ભવામાં પરિભ્રમણ કર્યું. છેવટે પૂના પુણ્યસ'ચયના ચેાગે તે ભરુચ નગરના પ્રતાપી ને ધર્મ શ્રદ્ધાળુ જિતશત્રુ નામના પ્રતાપી અને સત્ત્વશાળી રાજાના પટ્ટઅશ્વ તરીકે ઉત્પન્ન થયા.
આ માજી જિનધમ શ્રેષ્ઠીને પૂજારીઓ સાથેના પ્રસંગના અને સાગરદત્તના અકાળ અવસાનના સમાચાર મળતાંતે અત્યંત દુ:ખી થયા. મિત્ર પ્રત્યેના સ્નેહથી તેની આંખ અશ્રુભીની થઈ ગઈ. તેને થયું કે હિતવી મિત્ર તરીકે મારે તેની અંતિમ પળે તેને આશ્વાસન દેવુ જોઇએ તેમજ તેની શુભ ગતિ થાય તેવી ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રેરણા કરવી જોઈએ; પણ હવે કાંઈ ઉપાય રહ્યો ન હતા. જિનધર્માંના હૃદયમાં મિત્ર પ્રત્યેની ભાવના અપૂર્ણ રહી ગઈ હાવાનું શક્ય તા ખટકયા જ કર્યુ” પરન્તુ સંસારની વિચિત્રતા અને કમ પ્રકૃતિનું પ્રાબલ્ય સમજનાર જિનયમને અન્ય સામાન્ય માનવીની માફક ગ્લાનિ ઉત્પન્ન થવાનુ કે અત્યંત પશ્ચાત્તાપ કરવાનું કારણ ન હતું.
આ પ્રસગ પરથી ધડા લઇ તેણે પણ ક્ષણભંગુર દેહથી સધાય તેટલું કલ્યાણ સાધી લેવાના મક્કમ નિર્ણુય કર્યાં અને તેનું મન વિશેષ વૈરાગ્યવાસિત અન્યું. ચાગ્ય સમયે આયુ પૂ થતાં મૃત્યુ પામીને તે દેવલેાકવાસી થયા. ત્યાંથી ચ્યવી અનેક ભવમાં પરિભ્રમણ કરતાં તેના જીવ ચપાનગરીના સુશ્રેષ્ઠ નામના રાજવી થયા અને તે ભવમાં નંદન મુનિના સત્ક્રમાગમથી પ્રતિબેાધ પામી, ભાગવતી દીક્ષા સ્વીકારી વીશ સ્થાનકના આરાધનપૂર્વક તીથ કરનામગાત્ર ઉપાર્જન કર્યું. તે ભવમાં સમાધિપૂર્વક કાળધમ પામી તે પ્રાણત દેવલાકમાં ઉપયા અને દેવાયુ પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વીશમા તીર્થંકર તરીકે તેના જીવ ઉત્પન્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com