Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રભુની વાણુરૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા. આ ગ્રંથમાં આપવામાં આવેલ તે સંબંધીનું ચિત્ર આ વસ્તુને આપણી નજર સમક્ષ તાદસ્ય કરે છે. આવા અતિશયને કારણે જ તીર્થંકર પરમાત્મા વિશ્વની વિરલ વિભૂતિ અને તારણહાર મનાય છે.
સમવસરણમાં સૌએ પોતપોતાને ઉચિત સ્થાને જગ્યા લીધી એટલે પરમાત્માએ દેશના પ્રારંભ કર્યો. પર્વતના શિખર પર રહેલ અખંડ ઝરામાંથી જેમ નિર્મળ વારિ–ધોધ વહ્યા જ કરે તેમ પરમાત્માના વૈરાગ્યા હદયમાંથી વૈરાગ્ય–ભાવનાનો ધંધ વહેવા લાગ્યો. જેમ શ્રેષ્ઠ સુભટ પિતાના એક પછી એક ચઢિયાતા શોનો ઉપયોગ કરે તેમ પરમાત્માએ એક પછી એક વિશિષ્ટ સરલ વાકય-રચનાથી મોહરાજાને નાશ કરનારી દેશના આપવા માંડી. સમસ્ત પર્ષદા ચિત્રમાં આળેખાયેલ હોય તેમ સ્તભિત બની એકચિત્ત શ્રવણ કરવા લાગી. પરમાત્માએ પ્રારંભિક દેશના બાદ શ્રી જિનમંદિરની મહત્તા, તેના નિર્માપણુથી થતે અપૂર્વ લાભ વિગેરે હકીકત જણાવતાં અત્યાર સુધી લયલીન બની દેશના સાંભળતાં પટ્ટ અશ્વના કાન ચમક્યા. “જિનમંદિર અને તેનું નિર્માપણ” એ શબ્દો તેના હૃદયમાં આરપાર ઊતરી ગયા. તે શબ્દોને વિશેષ ને વિશેષ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું અને તેને પરિણામે પિતાને સાગરદત્તને પૂર્વભવ સ્મરણપથમાં તરી આવ્યો. તેણે વિચાર્યું કે-“તે ભવમાં જિનમંદિર તે કરાવ્યું પણ સંશય-ભાવને કારણે તેની પૂર્ણ ફળ-પ્રાપ્તિ થઈ શકી નહિ અને તિયોનિમાં પરિભ્રમણ કરવું પડયું પરંતુ હવે સાક્ષાત જિનેશ્વર ભગવંત જ મળ્યા છે તે મારે શા માટે જીવન સાર્થક ન કરી લેવું?” આવી વિચારધારાએ આરૂઢ થયેલ અશ્વ ઉષારવ કરવા લાગે, તેના સમગ્ર અવયવ ઉલ્લાસ પામ્યા, ને વિકસિત બન્યા અને કણે ચિત્રવિચિત્ર રીતે ઊંચા-નીચા થવા લાગ્યા. પિતાને હર્ષ જણાવવા તે પિતાની ખુરના અગ્રભાગથી જમીન
ખણવા લાગે અને મુખ આગળના બે ચરણે સુધી નમાવી વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com