Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
અધાવબોધતીર્થની ઉત્પત્તિ ] »
34
કેવળજ્ઞાન-પ્રાપ્તિ બાદ શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વી પર પર્યટન કરી અનેક ભવ્ય અને પ્રતિબધવા લાગ્યા. એકદા તેમને પિતાના પૂર્વભવના મિત્ર (સાગરદત્તના જીવ ) સંબંધી વિચાર ર્યો અને દર્પણમાં જોતાં જ જેમ પ્રતિબિંબ દશ્યમાન થાય તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીના કેવળજ્ઞાનરૂપી નિર્મળ આરીસામાં સાગરદત્તને જીવ જિતશત્રુ રાજાના પટ્ટઅશ્વ તરીકે નજરે ચડ્યો. વિશેષ વિચારતાં તેનું આયુષ્ય અતિ અલ્પ જણાયું. જિનધર્મને ભવમાં અપૂર્ણ રહી ગયેલ મિત્રભાવના પૂર્ણ કરવા તેઓ કટિબદ્ધ થયા. તીર્થંકર પરમાત્મા જગતભરના જીના નિષ્કારણ બંધુ છે, તેઓને વ્યવસાય જ લકે પર ઉપકાર કરી તેઓને સન્માર્ગે ચઢાવવાનો હોય છે તે તેઓ પોતાના પૂર્વ ભવના મિત્રના ઉદ્ધાર માટે આકર્ષાય તેમાં આશ્ચર્ય જ શું ? એક જ રાત્રિમાં સાઠ રોજન જેટલું દીર્ઘ વિહાર કરી તેઓ ભરૂચ નગરે આવી પહોંચ્યા. દેવોએ તે સ્થળે ભવ્ય સમવસરણની અપૂર્વ રચના કરી. જિતશત્રુ રાજાને શ્રી મુનિસુવ્રતસ્વામીના આગમનના સમાચાર મળતાં તે પણ પોતાના પટ્ટઅશ્વ પર આરૂઢ થઈ, સમગ્ર રાજસાહ્યબી અને આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યે. સમગ્ર પૂરજને પણ પરમાત્માની દેશનાને લાભ લેવા આવી પહોંચ્યા.
પરમાત્માનું સમવસરણ એટલે જાતિવૈર કે કલેશ-કંકાસને સંપૂર્ણ નાશ અને શાંતિનું અપૂર્વ સામ્રાજ્ય તે સમવસરણમાં દેવે અને માન આવતાં એટલું જ નહિં પણ તિર્યંચ પશુ કે પક્ષીગણ પણ દેશનાનો લાભ લેતા અને આશ્ચર્યની વાત તે એ હતી કે પશુને મનુષ્ય સૌ પોતપોતાની ભાષામાં પરમાત્માની દેશનાને સમજી શકતા. વેર કે વિરોધને એક અંશ માત્ર પણ ત્યાં અસ્તિત્વ ન ધરાવતે. મૃગ અને સિંહ, સર્પ અને નેળિયે, માજર અને ઉંદર, શ્વાન અને પારાપત ઈત્યાદિ જાતિવેરવાળા પ્રાણીઓ પણ એક જ સ્થાને એકી સાથે બેસી શાંતચિત્તથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com