Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૩૦
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સ્વામીના સમયમાં પણ ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળે, શ્વેત વર્ણવાળે, જટાધારી, વૃષભના વાહનવાળ, ચાર દક્ષિણ (જમણી) ભુજા(હાથ)માં બીર, ગદા, બાણ અને શક્તિ તેમજ ચાર વામ (ડાબી) ભુજામાં નકુળ, અક્ષસૂત્ર, ધનુષ્ય ને પરશુને ધારણ કરનારે વરુણ નામને યક્ષ શાસનદેવ થયે તેમજ ગૌરવર્ણવાળી, ભદ્રાસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તેમજ બે વામ ભુજામાં બીજેરુ અને ત્રિશૂળ ધારણ કરનારી નારદત્તા નામની યક્ષિણી શાસનદેવી થઈ. આ બને શાસનની પ્રતિદિન સારસંભાળ કરતા, વિનું નિવારણ કરતા તેમજ ભક્તજનેનાં વાંછિતે પૂરતા. તેઓ હંમેશ માટે પ્રભુની સાનિધ્યમાં જ રહેતા અને પ્રભુ વિહાર કરતાં તે તેમના પડછાયાની માફક પાછળ-પાછળ પરિભ્રમણ કરતા. આવી રીતે ભાજને પર ઉપકાર કરતા પરમાત્મા પૃથ્વીતલ પર વિચરવા લાગ્યા.
it'
lling
→
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com