Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૨૮
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તેમ દેએ કેવળજ્ઞાન મહોત્સવ પણ કર્યો અને સુંદર સમવસરણની રચના કરી. તેની મધ્યમાં પ્રભુના દેહ કરતાં બારગણે ઊંચે એટલે કે બસે ને ચાલીશ ધનુષ્ય પ્રમાણે અશોકવૃક્ષ વિકુ. પરમાત્માએ સમવસરણમાં પ્રવેશ કરી, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી, તળા કહી, દેવવિરચિત સિંહાસન પર પૂર્વાભિમુખે બિરાજ્યા એટલે તરત જ વ્યંતર દેએ પશ્ચિમાદિ ત્રણ દિશામાં તેમનાં ત્રણ પ્રતિબિંબે વિકુવ્ય.
પ્રાણીગણના ઉદ્ધાર માટે, સદાચાર અને ધર્મમાર્ગમાં જનસમૂહને સ્થિર કરવા માટે પ્રભુએ દીક્ષાને પવિત્ર વેષ સ્વયં સ્વીકાર્યો હોવા છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જે વાચા બંધ રાખી હતી તે હવે અખલિત ગતિએ શરૂ કરી. શરદઋતુના ચંદ્રના કિરણોમાંથી જેમ સુધા વરસે તેમ પરમાત્માના મુખરૂપ ચંદ્રમાંથી ઉપદેશરૂપી શમરસ ઝરવા લાગે અને ચંદ્રના પ્રથમ દર્શને જ જેમ ચંદ્રકાંત મણિ આદ્ર બની જાય તેમ ભવ્ય પ્રાણીઓના હૃદયે વૈરાગ્યરસથી ભીંજાવા લાગ્યા. પરમાત્માએ સંસારનું આબેહૂબ સ્વરૂપ સમજાવતાં પોતાના પ્રવચનમાં જણાવ્યું કે–
સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારનારાઓ કઈ વસ્તુની પ્રાપ્તિની આશાએ તેવી પ્રવૃત્તિ કરે છે તે તમે જાણે છે? મૌક્તિકે અગર તે રત્નના લાભાર્થે કરે છે તેમ આ અપાર સંસારરૂપી સમુદ્રમાંથી તમારે શ્રેષ્ઠ રત્નસ્વરૂપ ધમને ગ્રહણ કરી લેવાનો છે. ધર્મ એ જ એક એવું પ્રબળ નાવ છે કે જે તમને ભવસમુદ્રમાં ડૂબતા બચાવી લેશે. તે નાવનું જે તમે સંપૂર્ણ આલંબન લેશે તે રાગ-દ્વેષાદિ મહાવાયુઓ તમને ઉપદ્રવ કે વિન કરી શકશે નહિ તેમજ ક્રોધ, માન, માયા ને લોભાદિ જળચર જીવો તમારા નાવને જોઈને જ દૂર નાશી જશે. આ ધર્મનું યથાર્થ આરાધન સંયમચારિત્ર સ્વીકારે ત્યારે જ બની શકે તેમ છે છતાં પણ યતિધર્મ સ્વીકારવાને અશક્ત પ્રાણીઓએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર.
ગૃહ ધર્મના પાંચ આદ્રત, ત્રણ ગુણવ્રત તેમજ ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com