Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] *
ર૭
રને તે ઘણા હોય છે છતાં ઉત્તમ રત્ન જ રાજવીના મુગટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ રાજગૃહીમાં અગણિત માન હતાં છતાં પરમાત્માને પારણું કરાવવાનું સૌભાગ્ય તે બ્રહાદત્ત નામના રાજાને જ સાંપડ્યું. તેણે ક્ષીરા(ખીર)વડે પરમાત્માને અત્યંત ભક્તિભાવ અને હૃદયના ઉલ્લાસપૂર્વક પારણું કરાવ્યું. પરમાત્મા તે હસ્તપાત્રવાળા હોય છે. તેમને આધુનિક સાધુઓની માફક પાત્રાઓમાં આહાર ગ્રહણ કરી ભેજન કરવું પડતું નથી. તેમના હાથમાં જે વસ્તુ વહેરાવવામાં આવે તેમાંથી એક બિંદુ માત્ર પણ ભૂમિને ન સ્પશી શકે એવી લબ્ધિ હેય છે અને તેમને આહાર કરતા કેઈ પણ ચર્મચક્ષુવાળા ન જોઈ શકે એ તીર્થંકર પરમાત્માને અતિશય હોય છે. બ્રહ્મદત્ત રાજવીના આ પુણ્યકાર્યની જાણે અનુમોદન કરતાં હોય તેમ દેવોએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા.
દીક્ષા લીધા બાદ પરમાત્માનું પ્રથમ કાર્યું હતું કમ– શત્રુઓને પરાસ્ત કરવાનું. કમને ક્ષય કરવા માટે તેમણે તપશ્રેયાએ શરૂ કરી, પરિસહ સહવા માંડ્યા અને પૃથ્વી પર પરિભ્રમણ કરવા માંડયું. મહારથીની પાસે સામાન્ય માનવીની શી તાકાત? જગતભરને નચાવનાર કર્મ–રાજને અંતે વશ થવું પડયું. અગિયાર મહિનાના સમય બાદ પરમાત્મા પુનઃ નીલગુહા ઉદ્યાનમાં પધાર્યા અને ફાગણ વદ બારસના શુભ દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતા ત્યારે ચંપક વૃક્ષની નીચે પ્રતિમાધારી પરમાત્માએ સમસ્ત ઘાતી કર્મોને વિનાશ કરી સૂર્યસમાન ઝળહળતું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન. હથેલીમાં રહેલ જળને પ્રાણી સ્પષ્ટ રીતે જોઈ-જાણ શકે તેમ કેવળજ્ઞાનની સહાયથી પરમાત્મા લેક તેમજ અલેકનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા. જેવી રીતે ભવ્ય દીક્ષા-મોત્સવ કર્યો હતે.
* સાડાબાર કેડ સેનયાની, વસ્ત્રની, પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ તેમજ આકાશમાં દુંદુભીને નાદ-આ પાંચ દિવ્ય સમજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com